સોના-ચાંદીના કારીગરોની મંદીના કારણે કફોડી હાલત; સહાય આપવા માંગ

શ્રી સોની સોશિયલ ટ્રસ્ટના હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન હાલમાં ભારતમાં સોનાનાં ચાંદીના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સુર્વણકાર સમાજનાં કારીગરો પાસે દાગીના…

શ્રી સોની સોશિયલ ટ્રસ્ટના હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

હાલમાં ભારતમાં સોનાનાં ચાંદીના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સુર્વણકાર સમાજનાં કારીગરો પાસે દાગીના બનાવવાનું તથા મંજૂરી કામ કરતાં કારીગરો કામકાજ નથી ત્યારે અત્યારે હાલમાં તેઓને દુકાનમાં સોના ચાંદીનું રોકાણ ધીમે ધીમે ઓછું થાય રહ્યું છે કારીગરો પાસે દુકાન ભાડે તથા ધરના ભાડું ભરવું મુશ્કેલ પડી રહી છે તથા કારીગરો પાસે સોનાનું ચાંદીનું રોકાણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે હાલ માં લગ્નનો સમય હોવાથી આ ભાવમાં સોનાનું તથા ચાંદીની ખરીદી ધણી ઓછી થઈ ગઈ છે. ધણાં કારીગરો દુકાન ઉપર તથા મકાન ઉપર બૈક પાસે થી લોન લીધેલ છે. હાલ માં બૈકનાં હપ્તા ભરી શકતા નથી.. કારીગરો પરિવારનાં સભ્યોનું દિકરા તથા દિકરીની સ્કુલ તથા કોલેજની ફી ભરવામાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે.

હાલ માં ગુજરાત રાજ્ય નાં ધણાં શહેરમાં રાજકોટ શહેર કારીગરો તથા પરિવાર સહિત આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. આ પરિસ્થિતિમાંમાં સુર્વણકાર સમાજનાં કારીગરો શું કરવું તે સમજી શકાય તેવી પરિસ્થિતિ નથી.. હાલમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી રત્ન કલાકારો કારીગરો આર્થિક સહાયતા આપવામાં આવે તેવી જાહેરાત ગુહ મંત્રી દ્વારા કરવામાં આવી તો અમારા સુવર્ણકારો કારીગરોને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાવેશ કરીને કારીગરો મદદરૂૂપ તો ધણાં કારીગરો પરિવાર લોકો ને ગુજરાત સરકાર દ્વારા એક સરાહનીય કામગીરી થશે. સુવર્ણકારો કારીગરો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયતા મળે તો ધણાં કારીગરો પરિવારના લોકોને લાભ મલશે.

રાજકોટ અધિક જીલ્લા કલેકટર કારીગરો માટે કોઈ સહાયતા અથવા આર્થિક પેકેજ સહાયતા આપવામાં આવે તેની માગણી કરતાં શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્ટ નાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા તથા ચેરીટી વકીલ નયનભાઈ કોઠારી ભાવિન ભાઈ વાગડીયા પ્રશાંતભાઈ વાગડીયા કમલેશભાઈ પાટડીયા દિપકભાઈ કરચલિયા મહિલા હોદ્દેદારો હસ્મિતા બેન પાટડીયા દ્વારા આવેદનપત્ર આપી ને રજુઆત કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *