ગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયું

ડુપ્લીકેટ માલ સૌરાષ્ટ્રભરમાં વેચતા વેપારીની ધરપકડ, રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબ્જે, નાના વેપારી અને ગ્રામ્ય પંથકમાં નકલી તમાકુ સપ્લાય કરનાર સૂત્રધારનું નામ ખુલ્યુ ગોંડલમાં નકલી ઘી…

ડુપ્લીકેટ માલ સૌરાષ્ટ્રભરમાં વેચતા વેપારીની ધરપકડ, રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબ્જે, નાના વેપારી અને ગ્રામ્ય પંથકમાં નકલી તમાકુ સપ્લાય કરનાર સૂત્રધારનું નામ ખુલ્યુ

ગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાયા બાદ રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગુંદાળા નજીક વિશ્વાસ નામના ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી ડુપ્લીકેટ બાગબાન તમાકુ, સુરેશ તમાકુ, સાબળે બીડી, ચારભાઇ બીડી તથા આર.એમ.ડી. તેમજ તમાકુનો ડુપ્લીકેટ જથ્થો મળી કુલ કિ.રૂૂ.1,87,669 નો મુદ્દામાલ કબજે કરી ગોડાઉન માલિકની ધરપકડ કરી સપ્લાયરનું નામ ખુલ્યું હોય તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. પકડાયેલ બન્ને શખ્સો નિમ્ન ગુણવત્તાની તથા ઓછા ભાવની પ્રોડકટને ઓરીજનલ પ્રોડકટ જેટલા જ ભાવે સૌરાષ્ટ્રભરમાં વેચીને તથા રીટેઇલ, ડિસ્ટ્રીબ્યુટર તથા પાન મસાલા દુકાન ધારકોને વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા સાહેબ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓના પ્રોડકશન તથા વેચાણ સંબધી ગુન્હાહીત પ્રવૃતીઓ પરત્વે સધન કાયદેસર કાર્યવાહી કરવા સારૂૂ સુચના કરેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના પીએસઆઈ જી.જે.ઝાલા, પીએસઆઈ પી.બી.મિશ્રા સહિતનો સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમિયાન એસઓજીના વિપુલભાઇ ગોહેલ તથા રણજીતભાઇ ધાધલને બાતમી મળી હતી કે, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ બી ડીવી પો.સ્ટે વિસ્તારમાં ગોંડલ ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ તંબાકુ, બીડી તથા ગુટખાનું વેચાણ થતું હોવાનું માહિતીને આધારે દરોડો પાડ્યો હતો. વિશ્વાસ નામના ગોડાઉન માંથી બાગબાન તંબાકુ ના કુલ બોકસ 29 કી.રૂૂ 94,250, સુરેશ તંબાકુ ના બોકસ-23 કી.રૂૂ 4,140,સાબળે બીડી ના બોકસ 123 કિ.રૂૂ.55,719,ચારભાઇ બીડી બોકસ 28 કિ.રૂૂ.13,160 તથા આર.એમ.ડી- પાન મસાલા બોકસ 34 કિ.રૂૂ20,400 સહીત કુલ 1,87,669નો મુદામાલ કબજે કર્યો હતો.

દરોડામાં ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉન ચલાવતા ગોડલ નીલમપાર્ક તાજ ટાવર 4 માળે રૂૂમ નં-401 માં રહેતા અશરફભાઇ મહંમદભાઇ સંજાત (ઉ.વ.45)ની ધરપકડ કરી હતી.તેની પુછપરછમાં આ ડુપ્લીકેટ તંબાકુ, બીડી તથા ગુટખાનું ગોડલના મનોજભાઇ ગીરધરભાઇ ઉદેશી સપ્લાય કરતો હોવાનું ખુલ્યું હતું. આ મામલે એસઓજીની ટીમે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 318(4), 345(3), 347(1), 349, 54 તથા કોપીરાઇટસ એક્ટની કલમ-63, મુજબ અરશફભાઇ મહમદભાઇ અને મનોજભાઇ ગીરધરભાઇ સામે ગુનો નોંધ્યો છે.

રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ની સુચનાથી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારગી સાથે પીએસઆઈ જી.જે.ઝાલા,પી.બી.મિશ્રા સાહેબ તથા એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી તથા રૂૂપકભાઇ બોહરા તથા હેડકોન્સ્ટેબલ ક્રિપાલસીંહ જાડેજા,વિજયગીરી ગોસ્વામી તથા વિપુલભાઇ ગોહેલ તથા રણજીતભાઇ ધાધલ તથા પૃથ્વિરાજસિંહ ડોડીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *