ઉત્ક્રાંતિ ભગવાન કરે પણ ઉત્કર્ષ તો માનવે જાતે કરવો પડે : અપૂર્વમુનિ સ્વામી

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં રવિવારે ઉમટ્યો માનવ મહેરામણ: આજે તૃતિય દિવસે ‘આર્યસંતાનો સાવધાન’ વિષયક પારાયણ યોજાશે રાજકોટની પવિત્ર ધરતી પર તા. 11 એપ્રિલ, 2026ના રોજ એક…

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં રવિવારે ઉમટ્યો માનવ મહેરામણ: આજે તૃતિય દિવસે ‘આર્યસંતાનો સાવધાન’ વિષયક પારાયણ યોજાશે

રાજકોટની પવિત્ર ધરતી પર તા. 11 એપ્રિલ, 2026ના રોજ એક અવિસ્મરણીય આધ્યાત્મિક પર્વનો આરંભ થયો-માનવ ઉત્કર્ષ મહોત્સવ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આ ભવ્ય મહોત્સવનું વૈદિક મંત્રોચ્ચાર, શાસ્ત્રીય વિધિઓ અને પ્રચંડ પ્રાર્થનાનાદ વચ્ચે ભવ્ય મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. આ ઉદ્ઘાટન પ્રસંગે વજુભાઈ વાળા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઉત્પલ જોશી, ડિવિઝન રેલવે મેનેજર રાજકુમાર મીના સહિત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

બીએપીએસના વરિષ્ઠ સંતો તેમજ શહેરના પ્રતિષ્ઠિત મહાનુભવોની હાજરીમાં પ્રવેશદ્વાર પાસે નીલકંઠવર્ણીની મૂર્તિ સમક્ષ મહોત્સવની પૂજનવિધિ દ્વારા મહોત્સવ વિધિવત ખુલ્લો મુકાયો. પ્રવેશ દ્વાર પાસે જ સ્થાપવામાં આવેલા સ્વામિનારાયણ મંદિર, ગુરુપરંપરા મંદિરો, રાધાકૃષ્ણ મંદિર, શ્રી મહાદેવ મંદિર, તેમજ રામ મંદિરમાં સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ યજ્ઞશાળા, પ્રદર્શન ખંડ, સાહિત્ય ઔષધ ભંડાર, રક્તદાન ખંડ, પ્રેમવતી તેમજ સભામંડપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

મહોત્સવના પ્રથમ દિવસે સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત વિવેકસાગર સ્વામીએ પ્રેરક માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ત્યારબાદ યુવાનો દ્વારા પારાયણના થીમ નસંકલ્પો સાકાર કરવાના સૂત્રોથ ને અનુરૂૂપ અદ્ભુત લિરિકલ ડાન્સની આકર્ષક પ્રસ્તુતિ યોજાઈ હતી. મહોત્સવના મુખ્ય વક્તા સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાની રસાળશૈલીમાં વિઝ્યુઅલ્સ અને સંગીતના સમન્વય સાથે સંકલ્પો સાકર કરવાના સૂત્રો વિષયક કથાવાર્તાનો લાભ આપ્યો હતો.

દ્વિતીય દીને સારંગપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી,સંત તાલીમ કેન્દ્રના પ્રધાન અધ્યાપક, વિદ્વાન વક્તા, લેખક અને કવિ શ્રી જ્ઞાનેશ્વર સ્વામીએ ઉપસ્થિત રહી પારીવારીક પ્રશ્નો વિષયક માર્ગદર્શન પાઠવ્યુ હતુ.ત્યારબાદ એક અદભૂત દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિ પપારિવારિક દુનિયા કા દર્દથ રજૂ થઈ હતી. ત્યારબાદ અપૂર્વમુનિ સ્વામીએ સબ દર્દો કી એક દવા પર ખુબજ પ્રેરક અને પોતાની આગવી અને જ્ઞાનસભર વાણી દ્વારા અદભૂત પ્રસંગો સાથે રસપ્રદ વિડિયો અને કિર્તનના માધ્યમથી પોતાના વાણીરૂૂપી અમૃતથી શ્રોતાજનોને તરબોળ કરી દીધા હતા.આ તકે શહેરના પ્રતિષ્ઠીત મહાનુભાવોપણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે મહોત્સવ સ્થળે યોજાયેલ વિવિધ પ્રકલ્પો અંતર્ગત હજારો લોકોએ માનવ ઉત્કર્ષ પ્રદર્શનનો લાભ લીધો હતો. જેમાં શારીરિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ તેમજ આધ્યાત્મિક ઉત્કર્ષ વિષયક થીમ રજૂ કરવામાં આવી છે. પ્રત્યેક રાજકોટવાસીઓને આ અદભુત પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આમ, માનવ ઉત્કર્ષ મહોત્સવનો દ્વિતીય દિવસ ભક્તિ, જ્ઞાન અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમાન રહ્યો.આજે તૃતિય દિવસેઆર્યસંતાનો સાવધાન વિષયક પારાયણનો લાભ પ્રાપ્ત થશે. તેમજ બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.

અપૂર્વમુનિ સ્વામીના સંકલ્પો સાકાર કરવાના સૂત્રો વિષયક પ્રવચનના મુખ્ય અંશો
ઉત્ક્રાંતિ ભગવાન કરે પણ ઉત્કર્ષ તો માનવે જાતે કરવો પડે.
આપણી અંદર રહેલા રામ નો ઉત્કર્ષ કરવો અને રાવણ નું દહન કરવું એ જ સાચો માનવ.
જેણે ધ્યેય નક્કી કર્યો હોય એ કયારેય ટીકાઓ થી ગભરાતા નથી.
જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *