વિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભ

ભારત મંડપમમાં આજથી ત્રણ દિવસ સુધી 18મા બ્રિક્સ સંમેલનમાં 11 દેશોના વડાઓનો જમાવડો, સંયુકત રાષ્ટ્ર સંઘના વડા ગુટેરેસ પણ ભારત આવશે ભારતની રાજધાની નવી દિલ્હીના…

ભારત મંડપમમાં આજથી ત્રણ દિવસ સુધી 18મા બ્રિક્સ સંમેલનમાં 11 દેશોના વડાઓનો જમાવડો, સંયુકત રાષ્ટ્ર સંઘના વડા ગુટેરેસ પણ ભારત આવશે

ભારતની રાજધાની નવી દિલ્હીના આંગણે આજથી અત્યંત પ્રતિષ્ઠિત અને હાઈ-પ્રોફાઈલ બ્રિક્સ (BRICS) સમિટ 2026 નો ભવ્ય પ્રારંભ થયો છે. વૈશ્વિક રાજનીતિ અને આર્થિક મંચ પર પોતાનો મોટો દબદબો ધરાવતા આ સંગઠનની યજમાની આ વર્ષે ભારત કરી રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર આ મહાસંમેલન અને તેમાં લેવાનારા નિર્ણયો પર ટકેલી છે. આ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિતના ટોચના વિશ્વ નેતાઓ દિલ્હી આવી પહોંચ્યા છે. આ સમિટમાં કુલ 11 દેશો સામેલ થઇ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલી આ સમિટનું સૌથી મોટું આકર્ષણ અલગ-અલગ દેશો વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય વાટાઘાટો(Bilateral Talks) બની રહેવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિટની સાઇડલાઇન પર પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ, ક્રૂડ ઓઇલ, ઊર્જા અને દ્વિપક્ષીય વેપાર સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. આ ઉપરાંત, એશિયાની બે મહાસત્તાઓ – ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી તણાવની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની સંભવિત રૂૂબરૂૂ મુલાકાત પર પણ આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર રહેશે. ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પણ મધ્ય-પૂર્વની વર્તમાન સ્થિતિ અને ચાબહાર પોર્ટના વિકાસ જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

આ બ્રિક્સ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે વિશ્વ અનેક ભૌગોલિક-રાજકીય સંકટોનો અને યુદ્ધોનો સામનો કરી રહ્યું છે. સભ્ય દેશો વચ્ચે પરસ્પર અર્થતંત્રને વેગ આપવા, ડોલર પરની નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ચલણમાં વેપાર વધારવા અને પશ્ચિમી દેશોના દબદબા સામે ’ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો) નો અવાજ વધુ મજબૂત કરવાના હેતુથી આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. તાજેતરમાં બ્રિક્સ સંગઠનમાં નવા દેશોનો ઉમેરો થયા બાદ, આ વિસ્તૃત બ્રિક્સ (BRICS+) ની ભારતની ધરતી પર આ પ્રથમ સૌથી મોટી સમિટ છે.

દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુરક્ષા અને સમિટની સફળતા માટે સુરક્ષા વ્યવસ્થાનો અભેદ્ય કિલ્લો ઊભો કરવામાં આવ્યો છે. 30,000 થી વધુ સુરક્ષાકર્મીઓ, આધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ અને સેન્ટ્રલાઈઝ્ડ કમાન્ડ સેન્ટર દ્વારા 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગામી બે દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાંથી વૈશ્વિક શાંતિ, આર્થિક સહયોગ અને આતંકવાદ સામેની લડાઈ જેવા મુદ્દાઓ પર મોટી જાહેરાતો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

S-400 ડીફેન્સ સીસ્ટમ બાદ સ્ટીલ્થ ફાઇટર જેટની પુતિન સાથે ડીલ થશે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત હંમેશા બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વના નિર્ણયો માટે જાણીતી રહી છે. અગાઉ 2018 માં પુતિનની ભારત મુલાકાત દરમિયાન જ ભારતે પશ્ચિમી દેશોના ભારે દબાણ અને પ્રતિબંધોના જોખમ વચ્ચે રશિયા સાથે અત્યાધુનિક ’જ-400 ટ્રાયમ્ફ’ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ઐતિહાસિક ડીલ ફાઇનલ કરી હતી, જેણે દેશની હવાઈ સુરક્ષાને અભેદ્ય કવચ પૂરું પાડ્યું છે. હવે જ્યારે સરહદે ચીન તરફથી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ્સનો ખતરો સતત વધી રહ્યો છે, ત્યારે પુતિનની વર્તમાન મુલાકાત દરમિયાન ’જી-57’ ફાઇટર જેટની સંભવિત ખરીદી અને સંયુક્ત ઉત્પાદન પર સૌની નજર ટકેલી છે. જ-400 જેવી સફળ સંરક્ષણ ડીલની પૃષ્ઠભૂમિમાં બંને દેશો વચ્ચેની આ નવી ભાગીદારી ભારતીય વાયુસેનાની તાકાતમાં મોટો વધારો કરી શકે છે.

કયા-કયા દેશો સામેલ?
દક્ષિણ આફ્રિકા
ઇજીપ્ત
ઇન્ડોનેશિયા
મલેશિયા
ઇથોપીયા
રશિયા
ચીન
ભારત
ઇરાન
સાઉદી અરેબિયા
યુ.એ.ઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *