’અંબાલાલ પટેલ’નું જ મગજમાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતો માટે સચોટ હવામાનની આગાહી કરનાર આ જાણીતા કૃષિ નિષ્ણાતને હવે ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ’પદ્મશ્રી’ પુરસ્કાર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મહેસાણા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આંજણા યુવક મંડળના પ્રમુખ રાજુ ચૌધરીએ આ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ પત્ર લખીને રજૂઆત કરી છે. વડાપ્રધાનને લખેલા આ પત્રમાં અંબાલાલ પટેલના યોગદાનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
રાજુ ચૌધરીએ જણાવ્યું છે કે, અંબાલાલ પટેલ માત્ર એક હવામાન વિશ્ર્લેષક જ નથી, પરંતુ તેઓ પરંપરાગત જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓનો અદભુત સમન્વય છે. આજના અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં ક્યારેક વૈજ્ઞાનિક સાધનોની આગાહી ખોટી પડી શકે છે, પરંતુ તેમનું આકલન હંમેશા ઉત્કૃષ્ટ સાબિત થાય છે.
તેમનું જ્યોતિષશાસ્ત્ર, નક્ષત્રો (જેમ કે રોહિણી અને આદ્રા) અને દરિયાઈ સિસ્ટમ આધારિત પરંપરાગત જ્ઞાન હંમેશા સચોટ સાબિત થાય છે. તેમની આ જ સચોટતાના કારણે રાજ્યના લાખો ખેડૂતો વાવણીના આયોજન માટે તેમના પર અતૂટ વિશ્વાસ ધરાવે છે.
અંબાલાલ પટેલની કારકિર્દી પર પ્રકાશ પાડતા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી ઇ.જભ. (એગ્રીકલ્ચર) નો અભ્યાસ કર્યો છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે કૃષિ ક્ષેત્રે જ સરકારી સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
