ચાલુ બજેટનો હિસાબ આપો: પદાધિકારીઓની સાંજે મીટિંગ

મ્યુનિ.કમિશનર ડીએમસી અને ઇજનેરો સાથે બજેટના બાકી રહેલા કામો અંગે ચર્ચા હાથ ધરશે મહાનગરપાલિકાના નવા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સંભવત આ મહિનાના અંતમાં…

મ્યુનિ.કમિશનર ડીએમસી અને ઇજનેરો સાથે બજેટના બાકી રહેલા કામો અંગે ચર્ચા હાથ ધરશે

મહાનગરપાલિકાના નવા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સંભવત આ મહિનાના અંતમાં નવુ બજેટ રજુ થશે પરંતુ ચાલુ વર્ષના બજેટમાં સુચવવામાં આવેલ યોજનાઓ પૈકી કેટલી યોજનાઓ બાકી રહી ગઇ તેમજ બજેટ બાદ અધિકારીઓએ કરેલ કામોનો હિસાબ તેમજ બાકી રહી ગયેલા કામો અંગે ગંભીરતા કેમ નથી અને હવે બાકી રહેલ બે માસ દરમિયાન શુ કામ કરશો તે સહિતના જવાબો માંગવા મનપાના પદાધિકારીઓએ આજે સાંજે મ્યુનિ.કમિશનર, ડીએમસી અને ઇજનેરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે.

મહાનગરપાલિકાના વાર્ષિક બજેટમાં અનેક પ્રોજેકટની જોગવાઇ કરવામાં આવતી હોય છે. જે પૈકી અમુક કામો ગ્રાન્ટ આધારીત હોવાના કારણે અધુરુ રહી જતા હોય છે. અથવા બજેટની મુદત પૂર્ણ થવા છતા કામ શરૂ થતા નથી ચાલુ વર્ષના બજેટમાં પણ અનેક પ્રોજેકટના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે અને હવે ચાલુ માસ દરમિયાન નવુ બજેટ રજૂ થવાનુ છે ત્યારે જૂનુ બજેટના કામો માટે 31 માર્ચ સુધીનો સમય હોવાથી હાલમાં ચાલુ કરેલ કામો તેમજ બજેટમાં સુચવેલ અને આજ સુધી શરૂ ન થયા હોય તેવા પ્રોજેકટોની ચર્ચા કરવા માટે અને બજેટ આપ્યા બાદ અધિકારીઓએ પ્રોજેક્ટ પ્રત્યે શુ ગંભીરતા લીધે તેમજ આજ સુધી કેટલુ કામ થયુ તે સહિતનો હિસાબ અધિકારીઓ પાસે માંગવામાં આવશે તેવી જ રીતે બાકી રહી ગયેલા કામો બે મહિનાની અંદર પૂર્ણ થઇ શકે કે તેમ તે મુદ્દે ચર્ચા હાથ ધરાવમાં આવશે આજે સાંજે પાંચ વાગ્યે કમિશનર હોલમાં પાંચ પદાધિકારીઓ, પ્રમુખ, મ્યુનિ.કમિશનર તમામ ડીએમસી અને ઇજનેરો સાથે ચર્ચા હાથ ધરી નવા બજેટ તેમજ ચાલુ બજેટની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *