પવનની ઝડપ વધતા ગિરનાર રોપ-વે બંધ

  શિયાળાની ઋતુની શરૂૂઆત સાથે જૂનાગઢના ગિરનાર પર્વત પર પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. પર્વત શિખર પર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ…

 

શિયાળાની ઋતુની શરૂૂઆત સાથે જૂનાગઢના ગિરનાર પર્વત પર પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. પર્વત શિખર પર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકો દ્વારા રોપ-વે સેવા અસ્થાયી રૂૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગિરનાર પર્વત જૂનાગઢનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે, જ્યાં રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે. પર્વત પર સ્થિત જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. રોપ-વે સેવાની શરૂૂઆતથી જ આ સ્થળ પ્રવાસીઓ માટે વધુ સુલભ બન્યું છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે વાતાવરણ અનુકૂળ થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોપ-વે સેવા ફરીથી શરૂૂ કરવામાં આવશે. આ નિર્ણય પ્રવાસીઓની સલામતી માટે લેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *