શુક્રવારથી ગિરનાર પરિક્રમાનો પ્રારંભ, તૈયારીઓને આખરી ઓપ

જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાની શરૂૂઆત 20 અને 21 નવેમ્બરની વચ્ચે મધ્યરાત્રિએ થવાની છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર…

જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાની શરૂૂઆત 20 અને 21 નવેમ્બરની વચ્ચે મધ્યરાત્રિએ થવાની છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર પરિક્રમા કરવા માટે આવે છે. પ્રશાસને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે વ્યવસ્થા કરવાની હતી તે બધી પૂરી કરી લીધી છે અને તેને લઈને ગઇકાલે એક સમીક્ષા બેઠક તમામ અધિકારીઓ સાથે રાખવામાં આવી હતી. અલગ અલગ વિભાગોએ સુનિશ્ચિત કર્યું છે કે જે જે સૂચનાઓ તેમને આપવામાં આવી હતી.

જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ પાણીની સ્થિતિ અને પીવાના પાણીની વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે આ વર્ષે પાણીની અછત છે અને વરસાદ ઓછો થવાને કારણે પાણીની થોડી શંકાઓ હતી, પરંતુ પીવાના પાણીની પર્યાપ્ત ક્વોન્ટિટી દરેક જગ્યાએ મળશે. સાથે જ, જે રીતે સરફેસ વોટર નથી, તો જે રીતે પાણી મળતું હતું તેટલું નહીં મળી શકે, પરંતુ અમે લોકો બધાને સુનિશ્ચિત કરીએ છીએ કે પીવાના પાણીની કોઈ તકલીફ નહીં થાય. પાણીની 151 જગ્યાએ ટાંકીઓ રાખવામાં આવી છે અને દરેક ટાંકીમાંથી 8 થી 10 નળ નીકળે છે, જેથી પર્યાપ્ત નંબરમાં ટાંકીઓ ઉપલબ્ધ રહેશે.જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ આગ અને વન્યજીવ સંઘર્ષ (મેન-એનિમલ કોન્ફ્લિક્ટ) અંગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, પાણીની કમીના કારણે મેન-એનિમલ કોન્ફ્લિક્ટ થવાના ચાન્સ વધ્યા છે અને વરસાદ ઓછો હોવાને કારણે જંગલમાં સૂકા પાંદડા બહુ વધારે છે. આવનારા તમામ લોકોથી અમારી અપીલ છે કે આગ લાગવાના ચાન્સ બહુ વધારે છે, તો કોઈ પણ એવું કામ ન કરે જેથી આગ લાગે. જો કોઈ સ્મોક કરે તો તેનું ખાસ ધ્યાન રાખે, અને જો કોઈ પરંપરાગત રીતે ત્યાં ખાના બનાવતા હોય તો આગ પૂરી રીતે બુઝાવ્યા બાદ જ ત્યાંથી મૂવ કરે.

જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ ગેટ ખોલવાનો સમય અને નિયમો અંગે જણાવ્યું હતું કે, ગેટ મારા ખ્યાલથી કાર્તિકી અગિયારસના દિવસે જ ખોલવામાં આવે છે અને આ વર્ષે પણ 20 અને 21 ની વચ્ચે મધ્યરાત્રિએ ગેટ ખોલવામાં આવશે. તમામ લોકોથી અમારી અપીલ છે કે સમયથી પહેલા કોઈ પણ નહીં આવે. આ સમય સેન્ચ્યુરીના રૂૂલ્સના હિસાબથી અને સાધુ-સંત સમાજના સૂચન મુજબ જ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેથી પહેલા એડવાન્સમાં આવીને કોઈ પરેશાન ન થાય. મેડિકલ સુવિધાઓ અને હોસ્પિટલની વ્યવસ્થાની વાત કરવામાં આવે 8 એવા લોકેશન્સ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં 24 કલાક મેડિકલ સ્ટાફ રહેશે. પરિક્રમાનો કેટલાક રસ્તાનો ભાગ એવો છે જ્યાં પહાડ છે અને તે એક્સેસિબલ નથી, ત્યાં સુધી ગાડી નથી જઈ શકતી, પરંતુ બાકી બધી જગ્યાએ બાઇક એમ્બ્યુલન્સથી જઈ શકાશે. 8 એવી લોકેશન્સ હશે જ્યાં 24 કલાક મેડિકલ સ્ટાફ રહેશે અને કોઈપણ ઇમરજન્સીમાં નજીકના મેડિકલ સ્ટાફ પાસે જઈ શકાશે. વન વિભાગ દ્વારા લગભગ 200 કર્મચારીઓનો સ્ટાફ રહે છે. ફોરેસ્ટે પણ આસપાસના બધા જિલ્લા ઓમાંથી સ્ટાફને બોલાવીને અહીં ડિપ્લોયમેન્ટ કર્યું છે જેથી બધા લોકોને સેફ અને સારો એન્વાયર્નમેન્ટ આપી શકાય. આ વર્ષે અમારી ખાસ અપીલ છે કે પરિક્રમા શાંતિથી અને સેફ્ટી સાથે થાય, જેના માટે બધાના સહયોગની જરૂૂર પડશે.

જ્યાં-જ્યાં ડાર્ક પેચીસમાં ઇલેક્ટ્રિસિટી લાઈટ્સ લગાવાઈ
ઇલેક્ટ્રિસિટી માટે ટેમ્પરરી અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને આ વર્ષે પણ પૂરા રૂૂટ પર જ્યાં-જ્યાં ડાર્ક પેચીસ આવે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી લાઈટ્સ લગાવવામાં આવી છે. લગભગ 1000 આસપાસ લાઈટ્સ લગાવવામાં આવી છે અને જનરેટર સેટ પણ રાખવામાં આવ્યો છે જેથી શ્રદ્ધાળુઓ રાત્રે પણ વોક કરી શકે. પાર્કિંગ માટે પોલીસની તરફથી ડિટેઇલ્ડ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવશે જેમાં પાર્કિંગના સ્થળો અને વન-વે રૂૂટ્સની માહિતી આપવામાં આવશે. લગભગ 2000 વ્હીકલ્સ આવી શકે તેવી પાર્કિંગની વ્યવસ્થા ભવનાથ ગેટની એન્ટ્રી પહેલા અને જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *