સાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો

સાયલાના સાપર ગામે રહેતા યુવકને તેમની પૂર્વ પત્નીના પરિવારજનો એ પથ્થર વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે સાયલા પોલીસે…

સાયલાના સાપર ગામે રહેતા યુવકને તેમની પૂર્વ પત્નીના પરિવારજનો એ પથ્થર વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે સાયલા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ, સાયલાના સાપર ગામે રહેતા પ્રવીણભાઈ રામશીભાઈ ખટાણા(ઉ.28) ગઇકાલે સાંજે પોતાના ગામે હતા ત્યારે આનંદભાઈ એ પથ્થર વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે 2021ની સાલમાં તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા બાદમાં બંને વચ્ચે મનમેળ ન થતા 2022માં છૂટાછેડા લઈ લીધા હતા અને બાદમાં યુવતીના પરિવાર જનો અવાર નવાર ધમકી આપતા હતા.તેમજ આ લગ્નનો ખાર રાખી તેમણે માર માર્યો હતો.આ અંગે સાયલા પોલીસે વધુ તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *