બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું

યુવાનની પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ હત્યા કરી હતી, ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે…

યુવાનની પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ હત્યા કરી હતી, ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો


બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે શખસોએ યુવાનને જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાતા યુવાનની પ્રેમિકાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.


બનાવની મળતી વિગતો મુજબ, બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર આવેલ તુલસી નગરમાં રહેતા બિજલ ઉર્ફે હિતેશ મહેરીયા નામના યુવાનને ઢાકણીયા રોડ પર રહેતા આરતી કાવેઠીયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીનું વેવિશાળ મોટા ભડલા ગામના રોહિત ભરતભાઈ ભોજૈયા સાથે થયું હતું. રોહિત ભરતભાઈ ભોજૈયાને પોતાની થનાર મંગેતરના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. જેથી ગત તારીખ 22 નવેમ્બરે રોહિત ભોજૈયાએ અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયાએ યુવાન બિજલ ઉર્ફે હિતેશ ઢાંકણીયા રોડ પર આવતા બંને શખ્સોએ બિજલ ઉર્ફે હિતેશને ઉપરા ઉપરી છરીના સાતેક ઘા ઝીંકી હુમલો કરાતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ટુકિ સારવાર બાદ યુવાનનું મોત થયું હતું.


છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાની આ ઘટનાને લઈને બોટાદ પોલીસે બંને શખસો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાને પકડવા શોધખોળ શરૂૂ કરી ગણત્રરીની કલાકોમાં બંને આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.


બિજલ ઉર્ફે હિતેશ મહેરીયાની હત્યા થયાના પાંચ દિવસ બાદ શહેરનાં ઢાકણીયા રોડ પર રહેતી આરતી કાવેઠીયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે બોટાદ પોલીસે અઉની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *