અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસમાં TTE દ્વારા NCC કેડેટ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતી મઉ જિલ્લામાં તેની NCC ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આપવા ગઈ હતી. પરીક્ષા પછી તે ગોરખપુર પરત આવી રહી હતી. રવિવાર, 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભીડ વધુ હોવાને કારણે તે ટિકિટ ન ખરીદી શકી અને ફર્સ્ટ અઈ કોચમાં ચઢી ગઈ.
આ દરમિયાન એક TTE (ટ્રાવેલિંગ ટિકેટ એક્ઝામિનર) આવ્યો અને તેણે યુવતીને ટિકિટ/સીટની વાત કરી. તેણે કહ્યું કે ટિકિટ બની જશે અને સીટ આપવાના બહાને તેને એસી કોચના કેબિનમાં બોલાવી. યુવતીના આરોપ મુજબ, ACકોચના કેબિનમાં TTEએ તેના પર દુષ્કર્મ આચર્યું. પોલીસે યુવતીની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે. આરોપીની શોધખોળ કરવા માટે ટીમ લગાવવામાં આવી છે.તેણે પહેલા યુવતી વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે ગોરખપુરમાં રહીને ભરતીની તૈયારી કરી રહી છે અને તે NCC ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આપવા માટે મઉ ગઈ હતી. થોડીવાર સામાન્ય વાતચીત પછી તેનું વર્તન બદલાઈ ગયું અને તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું. જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો તો તેણે ટિકિટ વિના મુસાફરીનો કેસ બનાવીને કાર્યવાહી કરવાની ધમકી આપી. પરંતુ પીડિતાએ 112 પર ફોન કરીને આની જાણ કરી દીધી. આ સંપૂર્ણ ઘટના ઇન્દીરા અને દેવરિયા સ્ટેશન વચ્ચે બની.
પકડાઈ જવાના ભયથી TTE દેવરિયામાં ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો.હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂૂ કરી દીધી છે. આ મામલે માહિતી આપતા SP GRP લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, કેસ નોંધી લેવામાં આવ્યો છે. મામલો પછી દેવરિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે અને આરોપીને પકડવા માટે ટીમની રચના કરવામાં આવી છે. તેમજ મામલામાં ફરાર TTE પર 10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ગોરખપુરના એસપી રેલ્વે લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, આરોપી TTE પૂર્વોત્તર રેલવેના વારાણસી ડિવિઝનમાં છે. તેને નોકરીમાંથી કાઢી નાખવા માટે રેલવે વિભાગને પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે.
