સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત

રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ…

રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. ત્યાં બપોરના સમયે હાર્ટએટેક આવતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી. યુવતિની આવતી કાલે સગાઈ થવાની હતી અને રવિવારે લગ્ન નિર્ધાયા હતાં. યુવતિના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

વધુ વિગતો મુજબ કાલાવડમાં રહેતી 24 વર્ષની દિપીકા તુલશીભાઈ રાબડિયા નામની યુવતિની ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઉલ્ટી થયા બાદ તબીયત લથડતા તેમને કાલાવડ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં આજે બપોરે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને તબીબોએ યુવતિનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું પ્રાથમિક તારણ દર્શાવ્યુ હતું.

યુવતિના પિતા ખેતીકામ કરે છે અને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દિપીકાની આવતી કાલે શનિવારના રોજ સગાઈ હતી અને બીજા દિવસે એટલે કે, રવિવારે લગ્ન નિર્ધારિત તૈયાર કરાયા હતાં. પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *