દામનગરમાં સગાઈ દરમિયાન વિડીયો કોલમાં યુવતિને કપડા કઢાવી વિડીયો રેકોર્ટીંગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મુદ્દે દામનગર પોલીસ મથકમાં યુવતિએ ભાવનગરના ઉમરાળાના લીમડા ગામના શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.દામનગર પોલીસ મથકમાં 24 વર્ષિય યુવતિએ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામના રવીન ઉર્ફે રવિ દિનેશભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની રવીન ઉર્ફે રવિ સાથે સગાઈ થઈ હતી.
સગાઇ દરમિયાન તેણે વિડીયો કોલમાં વાતચીત કપડા કાઢવાનું કહ્યું હતું. કપડા કાઢવાની યુવતિએ ના પાડતા અપશબ્દો આપી રવીન ઉર્ફે રવિ રાઠોડે યુવતિના પરિવારને મારી નાખવાની તથા સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતી.યુવતિનો ડ્રેસ કઢાવી વિડીયો કોલીંગમાં તેનું રેકોર્ડીંગ કર્યું હતું. આ રેકોર્ડીંગ રીન ઉર્ફે રવિ રાઠોડે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યું હતું. આ અંગે દામનગર પોલીસ મથકમાં 24 વર્ષિય યુવતિએ ગુનો નોંધાવતા પીઆઈ સી.એન.દવે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
