યુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતી એક યુવતી નું તાજેતરમાં સગપણ તૂટી ગયું હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે…


જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતી એક યુવતી નું તાજેતરમાં સગપણ તૂટી ગયું હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વિજયનગર જકાતનાકા સર્કલ વિસ્તારમાં મુરલીધર સોસાયટીમાં રહેતી કાજલબેન સુરેશભાઈ ચાવડા નામની 25 વર્ષની આહિર યુવતીએ ગઈકાલે પોતાના ઘેર રસોડાની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની માતા જ્યોતિબેન સુરેશભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકનું આજથી એક મહિના પહેલાં સગપણ તૂટી ગયું હતું, ત્યારબાદ તેણી ગુમશુમ રહેતી હતી, અને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *