રાજકોટ નજીક આવેલા સરધારમાં રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સરધારમાં રહેતી હિનાબેન અશોકભાઇ સોલંકી નામની 22 વર્ષની યુવતી રાત્રીના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાવાની કોષિશ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં આવેલા અંજલી પાર્કમાં રહેતા હિતેષ રાવત નામના 21 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણોસર રાત્રીના સમયે ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
