ફઈ અને પિતરાઈ ભાઈએ માર મારતાં યુવતીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી યુવતીના સગપણની વાત તેના ફઈના પાડોશી યુવક સાથે ચાલતી હતી જે અંગે ફેઈ અને તેના પરિવારને નહીં ગમતા યુવતીને…

શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી યુવતીના સગપણની વાત તેના ફઈના પાડોશી યુવક સાથે ચાલતી હતી જે અંગે ફેઈ અને તેના પરિવારને નહીં ગમતા યુવતીને ઘરે બોલાવી ફઈ અને પિતરાઈ ભાઈએ માર માર્યો હતો. જે અંગે યુવતીને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતી 20 વર્ષની યુવતી સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં ફિનાઈલ પી લેનાર યુવતીના સગપણની વાત તેના ફઈના ઘર નજીક રહેતાં પાડોશી યુવાન સાથે ચાલતી હતી જે અંગે ફઈ અને ફઈના દીકરાની વહુને નહીં ગમતા કામે ગયેલી ભત્રીજીને ઘરે બોલાવી ફઈ અને પિતરાઈ ભાઈએ માર માર્યો હતો. જે અંગે માઠુ લાગી આવતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *