ગિલને પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

આવું માન મેળવનાર પ્રથમ પુરૂષ ખેલાડી બન્યા ભારતીય વન-ડે અને ટેસ્ટ-ટીમ કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ મેન્સ આઇસીસી પ્લેયર ઑફ ધ મંથ જીતીને પોતાનો રેકોર્ડ…

આવું માન મેળવનાર પ્રથમ પુરૂષ ખેલાડી બન્યા

ભારતીય વન-ડે અને ટેસ્ટ-ટીમ કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ મેન્સ આઇસીસી પ્લેયર ઑફ ધ મંથ જીતીને પોતાનો રેકોર્ડ પાંચમા પુરસ્કાર સુધી લંબાવ્યો છે. આઇસીસીનો આ પ્રતિષ્ઠિત અવોર્ડ પાંચમી વખત જીતનાર શુભમન ગિલ પહેલો પુરુષ ખેલાડી બન્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ લિસ્ટમાં ત્રણ અવોર્ડ સાથે બીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝની કેપ્ટન હેલી મેથ્યુઝ વિમેન્સ કેટેગરીમાં રેકોર્ડ પાંચ વખત આ અવોર્ડ જીતી છે. સપ્ટેમ્બર 2026માં શુભમન ગિલે બે વન-ડે મેચમાં એક સદી અને એક ડબલ સેન્ચુરીની મદદથી 333 રન કરીને આ અવોર્ડ જીત્યો છે. આ રેસમાં તેણે ભારતના અભિષેક શર્મા અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પાછળ છોડ્યા હતા. શુભમન ગિલે અગાઉ જાન્યુઆરી 2023, સપ્ટેમ્બર 2023, ફેબ્રુઆરી 2025 અને જુલાઈ 2025માં આ પુરસ્કાર જીત્યો હતો. અત્યાર સુધીમાં 11 ભારતીય પુરુષ ખેલાડીઓએ કુલ 17 વખત આ પુરસ્કાર જીત્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *