સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?

  ઘિબલી, ગિબલી કે જિબરી ! ટ્રેન્ડમાં જોવા મળતા Ghibliનું સાચું ઉચ્ચારણ શું ? Ghibli આર્ટમાં ક્ધવર્ટ કરેલા ફોટામાંAIની ભૂલોએ સર્જ્યું રમૂજ સોશિયલ મીડિયા પર…

 

ઘિબલી, ગિબલી કે જિબરી ! ટ્રેન્ડમાં જોવા મળતા Ghibliનું સાચું ઉચ્ચારણ શું ? Ghibli આર્ટમાં ક્ધવર્ટ કરેલા ફોટામાંAIની ભૂલોએ સર્જ્યું રમૂજ

સોશિયલ મીડિયા પર હાલ Ghibli આર્ટ એનિમેશન ધૂમ મચાવી રહ્યું છે. લોકો પોતાના ફોટાનું કાર્ટૂન સ્ટાઈલમાં એનિમેશન બનાવી રહ્યા છે. હાલ આ Ghibli આર્ટએ સમગ્ર વિશ્વને ઘેલું બનાવ્યું છે કે આ ટ્રેન્ડથી સેલિબ્રિટી, રાજનેતાઓ, બિઝનેસમેન, કર્મચારીઓ, નાના બાળકો તેમજ વૃદ્ધો પણ બાકાત રહ્યા નથી. હાલ Ghibli અનિમેશનની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Ghibli સ્ટાઈલની AI ઈમેજથી ભરાઈ ગયું છે. આ Ghibli આર્ટ હાલ ખૂબ ટ્રેન્ડમાં છે. લોકોએ આ Ghibli આર્ટમાં એટલા ફોટો જનરેટ કર્યા છે કે, OpenAI Lકંપનીનું સર્વર પણ ઠપ્પ થઈ ગયું છે. ત્યારે શું તમે જાણો છો કે, આમ અચાનક ટ્રેન્ડમાં આવેલ આ Ghibli આર્ટ છે શું ? આ આર્ટમાં એવી શું ખાસીયત છે કે લોકોને તેના દિવાના બનાવી દીધા છે. તો આવો જાણીએ આખરે શું છે આ Ghibli આર્ટ ? અને Ghibli આર્ટનો ઈતિહાસ…

Studio Ghibliનો એક પ્રખ્યાત જાપાની એનિમેશન સ્ટૂડિયો છે. StudioGhibliની સ્થાપના 15 જૂન 1985ના રોજ હાયાઓ મિયાઝાકી અને ઈસાઓ તાકાહાતાના નિર્દેશનમાં તોશિયો સુઝુકી દ્વારા કરવામાં આવી હતી. Studio Ghibliના સ્થાપક હાયાઓ મિયાઝાકીએ Ghibli નામ પસંદ કર્યું છે. આ જાપાનીઝ એનિમેશન સ્ટૂડિયોનું નામ Ghibli ઈટાલિયન ભાષામાંથી આવ્યું છે, તેનો અર્થ રણપ્રદેશની ગરમ હવા થાય છે. હાયાઓ ઈચ્છતા હતા કે, સ્ટૂડિયો એનિમે ઉદ્યોગમાં એક નવો પવન ફૂંકે. તેની ખાસિયત એ છે કે, આ આર્ટમાં દરેક ઈમેજને પોતાના હાથેથી બનાવી છે. આ એનિમેટેડ આર્ટનો ઉપયોગ કરીને 25થી વધુ એનિમેટેડ ફિલ્મો અને ટીવી સીરીઝ બનાવવામાં આવી છે. જેમાં જાપાની એનિમેશન ફિલ્મ માય નેઈબર ટોટોરો અને સ્પીરીટેડ અવેનો સમાવેશ થાય છે. સ્પીરીટેડ અવેથી 2300 કરોડ રુપિયાથી વધુની કમાણી કરવામાં આવી હતી. 40 વર્ષ પહેલા આવેલ આ આર્ટ જાપાનમાં પ્રખ્યાત થયો હતો અને ધીમે ધીમે આખી દુનિયાને દિવાના બનાવ્યા છે.

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી હાલ આ Ghibli આર્ટ વિશ્વફલક પર વાયરલ થઈ રહ્યું છે. જેનો સંપૂર્ણ શ્રેયOpenAIની કંપની ChatGPTમળે છે, જેને Ghibli સ્ટાઈલનું ફિચર લોન્ચ કર્યું. OpenAI તરફથી 26 માર્ચ 2025ના રોજ StudioGhibli AI ઈંળફલયનું ફિચર જોડવામાં આવ્યું હતું. પહેલા આ ફિચરને માત્ર પેડ યૂઝર્સ માટે રોલ આઉટ કર્યું હતું. પરંતુ તેની ડિમાન્ડ અને લોકોમાં ક્રેઝ વધતા ChatGPTના ફ્રિ યૂઝર્સ પણ હવે આનો ઉપયોગ કરી રહ્યા છે. Ghibli મૂળ જાપાન સાથે જોડાયેલ છે. StudioGhibliમાં બનેલી ફિલ્મોમાં જાપાની લોકોનું જીવન ધબકતું જોવા મળતું હતું. ફિલ્મોએ સિનામાને એક અલગ ઉંચાઈ આપી છે. આ ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતા રંગોએ કહાનીની ભાવના અને પાત્રોની ભાવનાને વ્યક્ત કરી છે. જેનાથી Ghibli ફિલ્મો દર્શકોના વિશાળ સમૂહ સુધી પહોંચવામાં સફળ બની શકી. Ghibli સ્ટાઈલનો એનિમેશન ફિલ્મો પર વ્યાપક પ્રભાવ પડ્યો છે. કેટલાક એનિમેશન ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ પોતાના કામમાં પણ Ghibli પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ફિલ્મો, ટેલી એડ અને શોર્ટ ફિલ્મો Ghibli સ્ટાઈલમાં બનાવવામાં આવી છે.
(આલેખન :- સેજલ બારોટ)

કઈ રીતે Ghibli સ્ટાઈલમાં બનાવવી ઈમેજ
Ghibli આર્ટ બનાવવા માટે કેટલાક ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે જો તમે સરળતાથી Ghibliનો ઉપયોગ કરી આ આર્ટ બનાવી શકો છો. ત્યારે સૌ પ્રથમ ChatGPTની વેબસાઈટ અથવા મોબાઈલ પર તેની એપ ડાઉનલોડ કરી તેમાં સાઈન અપ કરો. તે બાદ ન+થના સાઈન પર ક્લિક કરી અને તમારો ફોટો અપલોડ કરો. હવે કમાન્ડ ટાઈપ કરો એટલે કે, Ghiblify this અથવા Turn this image into a Studio Ghibli theme લખી ક્લીક કરો. તે બાદ એઆઈ તમારા વાસ્તવિક વિશ્વને સપનામાં બદલી દેશે. તે બાદ તેને ડાઉનલોડ કરી તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

ઘિબલી, ગિબલી કે જિબરી ! શું છે સાચું ઉચ્ચારણ
Ghibli શબ્દનું ઉચ્ચારણ જાપાની અને ઈટાલિયન ભાષામાં અલગ-અલગ છે. જાપાની ભાષામાં G ના સ્થાન પર Jનું ઉચ્ચારણ કરવામાં આવે છે. અને L ના સ્થાન પર Rનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એવામાં જાપાની ભાષામાં તેને જિબરી કહેવામાં આવે છે. ત્યારે ઈટાલિયન ભાષાની વાત કરીએ તો ત્યાં ગિબલી કહેવામાં આવે છે. ત્યારે જો તેના મૂળ નામથી ઉચ્ચારણ કરવામાં આવે તો તેને જિબરી આર્ટ કહેવામાં આવે છે.

 

Ghibli આર્ટમાં ફોટામાં જોવા મળી ભૂલોએ સર્જ્યું રમૂજ
Ghibli ટ્રેન્ડે ઈન્ટરનેટમાં એવું તોફાન મચાવ્યું છે કે લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ત્યારે આ Ghibli આર્ટમાં બનાવવામાં આવેલી કેટલીક ઈમેજમાં એવી ગરબડ પણ સામે આવી છે જેને લોકોને ચોંકાવી દીધા છે. ત્યારેAIની એવી પણ કેટલીક ભૂલો સામે આવી છે જેને લોકોના હોશ ઉડાવ્યા છે તો લોકોમાં રમૂજ પણ સર્જ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે આ આર્ટમાં બનાવવામાં આવેલી ઈમેજમાંAIએ લોકોનું જેન્ડર બદલી દીધું. જેમાં સ્ત્રીને પુરુષ બનાવી દીધી તો પુરુષને સ્ત્રીના અવતારમાં દર્શાવ્યો. આ દરમ્યાન એકથી એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં હાલ બિહારના લોકપ્રિય તહેવાર છઠ્ઠ પૂજાની ઉજવણી કરી રહેવી મહિલાઓની તસ્વીર સામે આવી છે. જેમાં પૂજાની ટોકરીમાં નાળિયેરની જગ્યાએ મહિલાનો ચહેરો દેખાયો હતો. અન્ય એક તસ્વીરમાં મહિલાને ત્રણ હાથ દર્શાવવામાં આવ્યા હતા. તો કેટલાક તસ્વીરોમાં માનવીને Ghibli સ્ટાઈલમાં પ્રાણીમાં ફેરવી દીધો. આ ઉપરાંત કેટલીક તસ્વીરોમાં કોઈ અજાણ્યો ચહેરો કે વધારાના પાત્ર ઉમેરાયા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *