ભુજથી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયા પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવસત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે તે ઉજવવામાં આવે છે. આધ્યા શકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રીનવરાત્રી શકિતઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શક્તિને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલયાણકારી છે. શિવ પત્નિ પર્વતી પણ શકિત અવતાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે.
ત્યા ચૈત્રી નવસત્રી તા.30.03.2025, રવિવારના રોજ ભવ્ય પ્રારંભ થશે. તા. 29.03.2025, શનિવાર રાત્રે 09:00 કલાકે ઘટ સ્થાપન થશે. તા.04.04.2025 શુક્રવાર, ચૈત્રીસુદ-7 ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રીના 10:00 કલાકે શરૂૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ શ્રી દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રશિંહજી તા.04.04.2025 શુક્રવાર, ચૈત્રીસુદ-7 મોડી રાત્રે 01:30 કલાકે બિડુ હોમાશે. આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મૃતિ શ્ર્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે. રાત્રે 01:30 કલાકે બિડું હોમાશે. માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ચૈત્રીનવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડું કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર – કચ્છના માઈભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ ઘણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્ચી માડું પદયાત્રીઓના વિના મુલ્યે વિના સંકોચ ભોજન, ચા. દુધ . દવા વગેરે જરૂૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે. સેવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઈ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરૂૂપે સાથે છે. તેવો અહેસાસ અનુભવે છે. ચૈત્રીનવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા . બીજા દિવસે બ્રહમ માહિણી પુજ, ત્રીજા દિવસે ચંદ્ર વંશા પુજા, ચોથા દિવસે કુષ્માંડા પુજા, પાંચમાં દિવસે કુષ્માંડા પુજા, છઠા દિવસે કાત્યાયની પુજા, સાતમાં દિવસે કાલરાત્રી પુજા, આઠમાં દિવસે મહાગૌરી પુજા,નવમાં દિવસે સિધ્ધીક્ષત્રી પુજા આમ ચૈત્ર નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ દર્શનાર્થી ભાવિકોએ માતાનામઢ ટ્રસ્ટી-ગણ દ્વારા મંદિરના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગજુભા ચૌહાણ ભૂવા તરીકે સેવા આપે છે. સ્થાનિક કક્ષાએ વ્યવસ્થાપક તરીકે મયુરસિંહ જાડેજા, દીલુભા ચૌહાણ તથા સચિનભાઈ, મનુભા જાડેજા સેવા આપે છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટઓ ખેગરાજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, તથા સેવકગણ ખંત પૂર્વક સેવા આપે છે. માતાના મઢ ટ્રસ્ટીગણની દરેક દર્શનાર્થીઓને સુચના હિંદુ ધર્મ રીવાજ વસ્ત્ર પરિધાન પહેરવા, ધુમ્રપાન, નશાકારક પદાર્થો નિષેધ છે. સ્વચ્છતા જાણવવા સાથે સહકાર આપવા દરેક ભાવિકોને વિનંતી. દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટીગણ તથા સેવકગણ દ્વારા દર્શન કરવા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા, વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટ્રીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુ:ખોનો નાશ થાય છે. લાખો શ્રધ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ થાય છે. ભકતો માં આશાપુરાને વંદન કરી વિદાય લે છે. ફરી આવે માંના નોરતાની રાહ જોવે છે