રાજકોટના વિદ્યાર્થીને ફસાવી ગે મિત્રએ 1 લાખ પડાવ્યા

  જામનગરના શખ્સનો ગે-એપ્લિકેશન મારફતે પરિચય થયા બાદ કાલાવડ રોડ ઉપર હોટલમાં મળવા બોલાવી નગ્ન વીડિયો ઉતારી લઇ આચરેલો કાંડ રાજકોટમા કાલાવડ રોડ પર રહેતા…

 

જામનગરના શખ્સનો ગે-એપ્લિકેશન મારફતે પરિચય થયા બાદ કાલાવડ રોડ ઉપર હોટલમાં મળવા બોલાવી નગ્ન વીડિયો ઉતારી લઇ આચરેલો કાંડ

રાજકોટમા કાલાવડ રોડ પર રહેતા જે. જે. કુંડલીયા કોલેજના બીબીએના છાત્રને જામનગરના ગે મિત્રએ ફસાવી વિડીયો ઉતારી લઇ તેને બ્લેકમેલ કરી રોકડ રૂપીયા પડાવી મોબાઇલ ફોન, ક્રેડીટ કાર્ડ ઉપર ખરીદ કરી આશરે 1 લાખ રૂપીયા પડાવી લેતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી આ મામલે તાલુકા પોલીસે જામનગરના શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર અવધ રોડ પર આવેલા વિરસાવરકર નગરના બ્લોક નં 40પ મા રહેતા અને જે. જે. કુંડલીયા કોલેજમા બીબીએમા છઠ્ઠા સેમેસ્ટરમા અભ્યાસ કરતા અને રાજનગર ચોક ખાતે વસીસ શલુન નામની દુકાનમા નોકરી કરતા શોહમ ચંદુભાઇ ગોંડલીયા (ઉ.વ. 19) એ નોંધાવેલી ફરીયાદમા જામનગરના શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશ સુરેન્દ્રસિંઘ નીરબાનનુ નામ આપ્યુ છે. શોહમે ફરીયાદમા જણાવ્યા મુજબ તે સમલૈંગીક સબંધ ધરાવતો હોય બે દિવસ પુર્વે સમલૈંગીક સબંધની એક એપ્લીકેશન ૠશિક્ષમિ મારફતે શૈલેન્દ્રસિંહનો પરીચય થયો હતો અને બંનેએ વીડીયો કોલમા વાતચીત કરી હતી. ત્યારબાદ ગત તા. 4 ના રોજ શૈલેન્દ્રએ શોહમને પોતે રાજકોટ આવ્યો હોય અને નાના મવા રોડ પર આવેલ હોટલ નોવા બ્લીસમા રોકાયો હોય અને મળવા બોલાવ્યો હતો.

શોહમ અને શૈલન્દ્ર બંને હોટલમા મળ્યા હતા અને બાદમા બંને નગ્ન થઇ બાથરૂમમા ન્હાવા ગયા હતા. શૈલેન્દ્ર બાથરૂમની બહાર નિકળી ગયા બાદ તેણે બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય શોહમનો વીડીયો ઉતારી લીધો હતો અને આ વીડીયો વાઇરલ કરવાની ધમકી આપી એચડીએફસી બેંકમાથી 44 હજાર અને કોટક મહીન્દ્રા બેંકમા ર6000 ની રકમ હોય તે જમા રકમમાથી 45 હજાર રૂપીયા સ્કેન કરીને લઇ લીધા હતા. તેમજ ક્રેડીટ કાર્ડ સ્વેપ કરાવી પુજારા ટેલીકોમમાથી 36800 નો મોબાઇલ પણ ખરીદયો હતો. બાદમા હોટલે પરત આવ્યા ત્યારે શોહમના મોબાઇલમાથી ગે ડેટીંગની એપ્લીકેશન પણ ડીલીટ કરાવી નાખી હતી અને કોઇને વાત કરશે તો વીડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે અંતે તાલુકા પોલીસમા શોહમે ફરીયાદ નોંધાવતા પીઆઇ ડી. એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. આર. ભરવાડ અને તેમની ટીમે જામનગરના શૈલેષ ઉર્ફે પ્રકાશની ધરપકડ કરી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *