રાજકોટ શહેરમા ગઠીયાએ ટાટા કેપીટલ ફાઇનાન્સમાથી રૂ. 13.45 લાખની કાર લોન લીધા બાદ 11.પ7 લાખ રૂપીયાના હપ્તા બાકી રાખી કારનુ બોગસ એનઓસી તૈયાર કરી આરટીઓમા રજુ કર્યુ હતુ અને બોગસ એનઓસી થકી કાર થર્ડ પાર્ટીને વેચી નાખતા ફાઇનાન્સ કંપનીનાં લીગલ મેનેજરે મુળ કાર માલીક વિરુધ્ધ છેતરપીંડી સહીતની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા આરોપી હપ્તા ન ભરતા તેમને ફાઇનાન્સ કંપની તરફથી રીકોલ નોટીસ મોકલી હતી તેનો જવાબ પણ આરોપીઓ આપ્યો ન હતો.
વધુ વિગતો મુજબ અમદાવાદના નરોડામા રહેતા અને ટાટા કેપીટલ ફાઇનાન્સીયલ સર્વીસ લી. કંપનીમા લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા ચીરાગ અશ્ર્વિનભાઇ બારોટ (ઉ.વ. 39) એ રાજકોટના કાલાવડ રોડ પર ગ્લોરીયસ ગોલ્ડમા રહેતા ચેતન કનકભાઇ પરમાર વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા ચીરાગભાઇએ જણાવ્યુ હતુ કે તેમની ટાટા કેપીટલ ફાઇનાન્સની ઓફીસ ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલી છે. આ કંપની જુદા જુદા પ્રકારની લોન આપવાનુ કાર્ય કરે છે. આ કંપનીમાથી ચેતનભાઇ પરમારે રૂ. 13.45 લાખની કાર લોન લીધી હતી. જે લોનનો માસીક હપ્તો રૂ. 32716 એમ કુલ હપ્તા 60 રેગ્યુલર ભરપાઇ કરવાનાં હતા. તેમજ ચીરાગભાઇની કંપનીનુ હાઇપોથીકેશન કાયદેસર રીતે આરટીઓમા રજીસ્ટર કરવામા આવ્યુ હતુ. અને ચેતનભાઇ પરમારે કાર પરની લોન મેળવી હતી. તેઓએ 60 હપ્તામાથી કુલ 16 હપ્તા નિયમીત રીતે ભરપાઇ કર્યા હતા. ત્યારબાદ 3-4-24 બાદ હપ્તા ભરવાનુ બંધ કરી દીધુ હતુ .
હપ્તા ન ભરાતા ત્યારબાદ તેમને રીકોલ નોટીસ મોકલવામા આવતા એમાથી કોઇ જવાબ આપવામા આવ્યો ન હતો. અને ચેતનભાઇ પરમાર પાસેથી રૂ. 11.પ7 લાખ રૂપીયા બાકી નિકળતા હોય તે પણ ચુકવ્યા ન હતા અને તેઓએ ઇરાદા પુર્વક પોતાની કારનુ બોગસ એનઓસી તૈયાર કરી અને તેને આરટીઓમા ખરા તરીકે ઉપયોગ કરી કાર થર્ડ પાર્ટી છગનભાઇ મુંધવાને વેચી નાખી હતી. આમ કંપનીની જાણ બહાર હાઇપોથીકેશન કઢાવી આરોપી ચેતન પરમારે અન્યને કાર વેચી નાખતા તેની પોલ છતી થઇ હતી અને લીગલ મેનેજર ચીરાગ બારોટને ધ્યાને આવતા તેમણે એ ડીવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બી. આર. સાવલીયા તપાસ ચલાવી રહયા છે .
