જામનગર નજીક ના દરેડ જીઆઈડીસી – માં એક કારખાના ની સેપ્ટિક ટેન્ક સફાઈ કરવા ગયેલા ચાર કામદારો માંથી એક ને ગેસ ગળતર ની અસર થતા નાસભાગ મચી જવા પામી હતી.આ કામદાર ને સારવાર માટે લઈ જવાયો છે, જ્યાં તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.
જામનગર ના સની રમેશભાઈ વાઘેલા , હસમુખ જગદીશભાઈ કબીરા , શૈલેષ રમેશભાઈ વાઘેલા અને કલ્પેશ વિજયભાઈ મકવાણા જે ચારેય ઉદ્યોગનગર માં એક કારખાના ની સેફ્ટી સફાઈ માટે ગયા હતા પરંતુ ગેસ ગળતાની અસર થતા તેમણે દેકારો બોલાવાયો હતો. સાફ સફાઈ કરતી વખતે અચાનક સેપ્ટિક ટેન્ક માંથી ગેસ નીકળતા જે વ્યક્તિ અંદર રહેલા જેને ગેસની જાણ થતા તત્કાલિક બીજાને કહેવાય લાગ્યા કે મને બહાર કાઢો આમાંથી ગેસ નીકળે છે માટે સની રમેશભાઈ વાઘેલા એ તેને બહાર કાઢતી વખતે તેઓને ગેસની અસર બહુ પ્રમાણમાં થતા ત્યાના આજુ બાજુના શ્રમિકોએ 108 ને જાણ કરી તાત્કાલિક સરકારી જી જી હોસ્પિટલ ખાતે પહોંચાડેલ જેમ એક સની રમેશભાઈ વાઘેલાની હાલત ગંભીર ગણાવાય રહી છે.
આ મ બનાવન જાણ થતા જ રાષ્ટ્રીય સફાઈ કમેચારી મજદુર યુનીયન નાં ઉપાધ્યક્ષ અમિતભાઈ પરમાર અને જામનગર શહેર પ્રમુખ મહેશભાઈ બાબરીયા એ તાત્કાલિક નાં ધોરણે તમામ કાયેવાહી કરવા અને તે ઓના પરીવાર સાથે રહી ને કાયદેસર ની કાર્યવાહી કરવા માટે હાજર રહ્યા. હતા.
