મેટોડામાં બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે ચાલકને માર માર્યો

જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ મહિલા સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું મેટોડામાં ગેસ એજન્સી પાસે બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે બાઈક ચાલક સાથે…

જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ મહિલા સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું

મેટોડામાં ગેસ એજન્સી પાસે બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે બાઈક ચાલક સાથે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં જીઆઈડીસી ગેટ નં. 2 પાસે રહેતો અશોક પુંજાભાઈ બાબરિયા ઉ.વ. 32 રાત્રીના સમયે ગેટ નં. 3 પાસે કિસ્મત ચોકમાં પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ગેસ એજન્સી પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. જેથી ગેસ એજન્સીના સંચાલકે બાઈક ચાલક અશોક બાબરિયા સાથે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટ ખાતે ખસેડાયો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા આકાશ ધુડાભાઈ ચૂડાસમાં ઉ.વ. 23 એ પંચાયત ચોકમાં ઝેરી દવા, ગાંધીગ્રામમાં ગોવિંદનગરમાં રહેતા દમયંતિબેન બાબુભાઈ જેઠવા ઉ.વ. 57 એ ફિનાઈલ, લાઈટહાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા રૂપલબેન સંજયભાઈ સોની ઉ.વ. 38 એ ઉંઘની વધુ પડતી ગોળીઓ અને બેડી ચોકડી પાસે વેનાથ પરામાં ભૂમિકાબેન કિશનભાઈ વિશ્ર્વાસ ઉ.વ. 25એ પેરાસીટામોલની ગોળીઓ પી લીધી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *