Connect with us

રાષ્ટ્રીય

હરિયાણામાં ગેંગવોર, અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ યુવાનોનાં મોત

Published

on

બે યુવાન ગંભીર, રાહુલ બાબા ગેંગે જવાબદારી સ્વીકારી

હરિયાણાના રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોરના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ રોહતકના સોનીપત રોડ પર બલિયાના મોડ પાસે દારૂૂના ઠેકાણા પર બેઠેલા 5 યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી ગયા હતા. આ ફાયરિંગમાં ત્રણ યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ છે.


ત્રણેય મૃતકોની ઓળખ જયદીપ (30), અમિત નંદલ (37) અને વિનય (28) તરીકે થઈ છે. આ તમામ બોહર ગામના રહેવાસી છે. જેમાંથી અમિત નંદલ સુમિત પ્લોટરાનો નાનો ભાઈ હોવાનું કહેવાય છે.


ગેંગ વોરના લીધે ત્રણ બાઇક પર સવાર આઠ-નવ યુવાનોએ ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે સોનીપત રોડના બલિયાના ટર્ન પર સ્થિત દારૂૂની દુકાન પાસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બોહર ગામના ત્રણ યુવાનોના મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં જેલમાં બંધ સુમિત ઉર્ફે પ્લોટરાનો ભાઈ અમિત નંદલ ઉર્ફે મોનુ છે, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર જામીન પર બહાર આવેલા રાહુલ બાબા ગેંગના નામે લેવામાં આવી છે.


પોલીસના જણાવ્યા અનુસાર, બંયાણા મોર ખાતે દારૂૂની દુકાન છે. અહીં બોહરના યુવકો રાત્રે 10 વાગ્યાની આસપાસ બેઠા હતા ત્યારે આ દારૂૂની દુકાન પાસે ત્રણ બાઈકો આવીને ઉભી રહી. બાઇક પર સવાર સાત-આઠ યુવકોએ આવતાની સાથે જ અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. 10થી 12 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યા હતા.


માહિતી મળ્યા બાદ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને પીજીઆઈના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ જયદીપ, અમિત અને વિનયને મૃત જાહેર કર્યા હતા જ્યારે અનુજ અને મનોજને પગમાં ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી.

મનોરંજન

‘દયા દરવાજા તોડ દો’, 6 વર્ષ બાદ CIDની ટીમ ટીવી પર આવશે

Published

on

By

ગંભીર શોમાં કોમેડીનો ટચ આપનાર ફ્રેડી જોવા નહીં મળે

ટીવીનો વિશ્વનો સૌથી પ્રખ્યાત શો સીઆઇડી ફરી એકવાર નાના પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. છ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં સોની ટીવીએ શિવાજી સાટમના આ ક્રાઈમ શોને પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા સીઆઈડીએ 20 વર્ષ સુધી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. આ શો દ્વારા ઈન્ડસ્ટ્રીને ઘણા પ્રતિભાશાળી કલાકારો મળ્યા.


સીઆઈડીનું પ્રસારણ બંધ થયા બાદ છેલ્લા 6 વર્ષથી આ શોને પરત કરવાની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો હવે મેકર્સે ફરી એકવાર આ શોની વાપસી પર કામ શરૂ કરી દીધું છે. જો કે, આ બધું હજી પ્રારંભિક તબક્કામાં છે અને તેથી જ ચેનલ દ્વારા હજી સુધી આ શો અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બીપી સિંહના ફટાકડા પ્રોડક્શનએ તાજેતરમાં જ સીઆઇડી ટીમ સાથે એમઓયુ સાઈન કર્યા છે. જોકે, સીઆઈડીનો નવો શો બનાવવાની દિશામાં આ પહેલું પગલું છે અને પ્રોડક્શને કલાકારોને ભેગા કરીને બાકીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


હવે મેકર્સે સીઆઇડીની નવી સ્ટોરી પર કામ કરવું પડશે. સ્ક્રિપ્ટ અને કોન્સેપ્ટ પર કામ કર્યા પછી, જ્યારે તેઓ પાયલોટ એપિસોડ શૂટ કરશે અને તેને ચેનલને મોકલશે, ત્યારે તે ચેનલ દ્વારા મંજૂર અથવા નકારવામાં આવશે. જો પાયલોટ એપિસોડને મંજૂરી મળશે તો શોની નવી સિઝન શરૂૂ કરવામાં આવશે. જો શો શરૂૂ થાય છે, તો તે કલાકારો તેમજ સીઆઇડી ચાહકો માટે એક સારા સમાચાર હશે.


ભલે સીઆઇડી સોની ટીવી પર પુનરાગમન કરવા જઈ રહ્યું હોય, પરંતુ આ ગંભીર શોમાં કોમેડીનો સ્પર્શ ઉમેરનાર ફ્રેડી હવે આ શોમાં જોવા મળશે નહીં. ગયા વર્ષે, ફ્રેડીનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેના પાત્રની જગ્યાએ નવા પાત્રને શોમાં સામેલ કરી શકાય છે.

Continue Reading

મનોરંજન

રોહિત શેટ્ટીની સિંઘમ-3માં સલમાન ખાનનો કેમિયો

Published

on

By

1 નવેમ્બરના રિલીઝ થશે

દિવાળી પર રિલીઝ થનાર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ 3 ને દર્શકો ઘણા ઉત્સાહિત છે. 1 નવેમ્બરના રોજ આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે. ત્યારે સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે કે આ ફિલ્મમાં હવે સલમાન ખાન પણ એક કેમિયોમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીએ પોતાની આ એક્શન ફિલ્મ માટે સલમાન ખાનને એક ખાસ કેમિયો માટે એપ્રોચ કર્યા છે.

ખાસ વાત એ છે કે સલમાન ખાને આ માટે કોઈ ફીસ પણ નથી લીધી. જેમાં તેઓ દબંગ ફ્રેન્ચાઈઝીના પોતાના સુપરહીટ અવતાર ચુલબુલ પાંડેના રોલમાં નજર પડશે. દબંગ ફ્રેન્ચાઈઝીના ઈન્સ્પેક્ટર ચુલબુલ પાંડેના રોલમાં સલમાન ખાને મોટા પડદા પર ધુમ મચાવી દીધી હતી. ત્રણેય ફિલ્મોમાં તેમણે આ જ રોલ કર્યો હતો. સિંઘમ 3 ના સ્ટારકાસ્ટમાં અજય દેવગણની સાથે બોલિવૂડના અનેક મોટા નામો સામેલ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રોલથી આ ફ્રેન્ચાઈઝીમાં એન્ટ્રી લેશે. આ સિવાય ફિલ્મમાં કરીના કપૂર, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આ ફિલ્મમાં નજરે પડશે.

Continue Reading

રાષ્ટ્રીય

પંત સાથે અફફેરની વાત માત્ર અફવા: ઉર્વશી રોતેલા

Published

on

By

મારું ધ્યાન માત્ર મારી કારકિર્દી પર


છેલ્લા ઘણા સમયથી ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર બંનેના નામ ઉમેરીને ઘણા મીમ્સ પણ બનાવવામાં આવે છે અને જે ખૂબ વાયરલ થાય છે. હવે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રીએ આ તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને તેમના વિશે બનેલા તમામ મીમ્સ કોઈપણ માહિતી વિનાના છે. એક ચેનલ સાથે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે, ઋષભ પંત સાથે મારું નામ જોડવાની અફવાઓ અંગે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મીમ્સ તથ્ય વગરના છે. મને મારું અંગત જીવન ખાનગી રાખવું ગમે છે. મારું ધ્યાન ફક્ત મારી કારકિર્દી પર છે અને હું મારા કામ પ્રત્યે ઉત્સાહી છું. તે મહત્વનું છે કે આવી બાબતોને સ્વચ્છ રાખવી જોઈએ અને સત્ય જાણવું અને બિનજરૂૂરી અફવાઓ ન ફેલાવવી તે વધુ સારું છે.

ઉર્વશીએ વધુમાં કહ્યું કે, મારા અંગત જીવનને લગતી નકામી અફવાઓને કારણે મારે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. હું તેને નિયંત્રિત કરું છું અને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મારી ગોપનીયતાને ધ્યાનમાં રાખીને હું સત્ય સાથે તમામ અફવાઓને ક્લિયર કરવા માંગુ છું.

Continue Reading
આંતરરાષ્ટ્રીય11 mins ago

વિકૃતિથી ભરેલી દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ, રિલીઝ પહેલાં જ 150 દેશમાં પ્રતિબંધ

મનોરંજન13 mins ago

‘દયા દરવાજા તોડ દો’, 6 વર્ષ બાદ CIDની ટીમ ટીવી પર આવશે

મનોરંજન16 mins ago

રોહિત શેટ્ટીની સિંઘમ-3માં સલમાન ખાનનો કેમિયો

ગુજરાત18 mins ago

તળાજા પાસે વીજતંત્રની બોલેરો અડફેટે બે ભાઇઓનાં મોત

Sports19 mins ago

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ, અશ્ર્વિન-જાડેજાએ સચિન-ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ગુજરાત20 mins ago

ધોરાજીમાં માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 12 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ

રાષ્ટ્રીય22 mins ago

પંત સાથે અફફેરની વાત માત્ર અફવા: ઉર્વશી રોતેલા

ગુજરાત23 mins ago

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

ગુજરાત24 mins ago

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત

ગુજરાત27 mins ago

કોરોનાકાળમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 7.25 લાખ મોત

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય19 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય3 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ક્રાઇમ20 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત20 hours ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો, સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25600ને પાર

Trending