પોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યા

  બખરલા ગામે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાથી સનસનાટી પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલ…

 

બખરલા ગામે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાથી સનસનાટી

પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલ નામચીન શખ્સની અંધાધુંધ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈહતી.

છેલ્લા ઘણા દિવસથી બન્ને ગેંગવચ્ચે ચાલતા જગડામાં આ ગેંગવોરમાં વાત હત્યા સુધી પહોંચી હતી.કુખ્યાત મેરામણ ઉર્ફ લંગી માલદે ખુંટીની હત્યા કરવામાં આવી છે. બખરલા ગામે મેરામણની હત્યા થઈ છે. મેરામણ અને આરોપીઓ વચ્ચે થોડા દિવસોથી મગજમારી ચાલતી હતી. મેરામણ અગાઉ અર્જુન મોઢવાડીયાના ટેકેદાર મુરૂૂ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવાયેલો હતો. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુના નોંધાયેલા હતા.

મળતી વિગતો અનુસાર આજે રાત્રે 8 વાગ્યાની આસપાસ બખરલા ગામે કુખ્યાત મેરામણ લંગી ખુંટીની હત્યા ઘટના સામે આવી છે.અંગત અદાવતમાં હત્યા થયાની ચર્ચા થઈ રહી છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે આ હત્યા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મેરામણ લંગી પોરબંદરના અંધાધૂંધ ગોળીઓ વરસાવી ચકચારી મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં પણ સંડોવણી ખુલી હતી. અને બાદમાં કોર્ટે નિર્દોષ છોડ્યો હતો ત્યારબાદ બખરલા ગામે એક મહિલાની હત્યા કેસમાં પણ મેરામણ લંગીની ધરપકડ થઈ હતી. મેરામણ સામે 4 હત્યા, 2 હત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના નોંધાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *