વીરપુર નજીક નકલી પોલીસ બની પોલીસ તરીકે ઓળખ આપી યુવાનને ધમકી આપી રૂૂ.44 હાજરની લુંટ ચલાવનાર ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ તેમની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂૂ. 1,39,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, મેટોડા ખાતે રહેતા અરજણભાઈ કુંભાભાઈ જળુ ગત તા. 09/11/2026 ના રોજ વહેલી સવારે આશરે પાંચેક વાગ્યે પોતાનું બાઈક લઈને મેટોડાથી છાડવાવદર ગામ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરાળી ગામ પાસે આવેલી મેવાસા ચોકડી નજીક એક કાળા કલરની ફોર-વ્હીલ અને એક શાઈન બાઈક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. આરોપીઓએ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, ફરિયાદી પાસે દારૂૂ હોવાની બાતમી હોવાનું બહાનું કાઢી તલાશી લેવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓ ફરિયાદી પાસેથી કપડાંનો થેલો, રોકડા રૂૂ. 2,500 એક મોબાઈલ ફોન, બાઈક અને હાથમાં પહેરેલી વીંટી મળી કુલ રૂૂ. 44,000 ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે અરજણભાઈ કુંભાભાઈ જળુએ વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી એલસીબી પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબીની ટીમે ગોંડલ-જામકંડોરણા રોડ પર લાગેલા સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. લુંટમાં ઉપયોગમાં લેવાયેલ કાર નંબર જીજે-03-બીએ-8044 ના આધારે આરોપીઓનું પગેરું મેળવી મયુરભાઈ બાલાભાઈ સરમાળી (રહે. વડ વાજડી, તા. લોધીકા) ,મહેશ ઉર્ફે ભુરો શાદુળભાઈ રાઠોડ (રહે. વાળા ડુંગરા, તા. જેતપુર) ,જયદીપ ઉર્ફે ગની કાળુભાઈ સોલંકી (રહે. વાળા ડુંગરા, તા. જેતપુર) , શાહીલ ઉર્ફે શાવો ઉર્ફે ગુરુ મોહીનશા સોહરવદી (રહે. વાળા ડુંગરા, તા. જેતપુર) ને ઝડપી લઇ તેમની પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂૂ. 2,500 , વીંટી, કપડાંના બે બેગ, 4 મોબાઈલ ફોન કિં. રૂૂ. 35,000 અને ગુનામાં વપરાયેલી એસ્ટીલો કાર નં. જીજે-03-બીએ-8044 મળી કુલ રૂૂ. 1,39,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ જે.પી.રાવ સાથે પીએસઆઈ આર.વી.ભીમાણી, એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા ,પી.એન.ભરવાડ ,એ.એસ.આઈ. અનીલભાઇ બડકોદીયા, ભાવેશભાઈ ચાવડા, રમણીકભાઈ મણવર, જયવીરસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, બ્રીજરાજસિંહ જાડેજા, રોહીતભાઈ બકોતરા, શીવરાજભાઈ ખાચર, મનીષભાઈ વરૂૂ, પ્રહલાદસિંહ રાઠૌડ, મનદીપસિંહ જાડેજા, રણજીતભાઈ બોરડ, મહેન્દ્રસિંહ સોલંકી, ધર્મેન્દ્રભાઈ ચાવડા, છત્રપાલસિંહ જાડેજા, ભરતભાઈ ગમારા, વીજયભાઈ ખડીયા તેમજ વીરપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.જી. રાઠોડ અને તેમની ટીમે કામગીરી કરી હતી.
