યુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવી

કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ શિવ શક્તિ બી.802 હાઉસિંગ સોસાયટીમાં રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલા(ઉ.60)સોરઠીયા વાડી જવા માટે રીક્ષામાં બેઠા બાદ તેમાં અગાઉથી જ મુસાફર…

કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ શિવ શક્તિ બી.802 હાઉસિંગ સોસાયટીમાં રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલા(ઉ.60)સોરઠીયા વાડી જવા માટે રીક્ષામાં બેઠા બાદ તેમાં અગાઉથી જ મુસાફર તરીકે બેઠેલા શખ્સે ઉલટી ઉબકાનું બહાનું કાઢી કરશનભાઈ પાસે રહેલા 14 હજારની રોકડ સેરવી લીધી હતી.આ ઘટનામાં પોલીસે આરોપીઓને સકંજામાં લઇ પુછપરછ શરૂૂ કરી છે.

કરશનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.09/01ના રોજ નવેક વાગ્યાની આસપાસ હું યુનિવર્સિટી રોડ ખાતે આવેલ બી.ટી.સવાણી કીડની હોસ્પિટલમાં મારે દવા લેવાની હોય જે દવા લેવા માટે હું ત્યાં ગયેલ અને દવા લઇ હું પરત સોરઠીયાવાડી પટેલ નગર ખાતે મારુ કારખાનું આવેલુ હોય ત્યાં જવા માટે યુનિવર્સિટી રોડ ખાતે બી.ટી સવાણી કીડની સામે બસ સ્ટોપ પાસે બસ ઉભી હોય જેથી દોડીને હું ગયેલ પરંતુ બસ ત્યાંથી નીકળી ગયેલ અને ત્યારે મારી પાસે એક કાળા કલરની રીક્ષાના ચાલકે મારી પાસે આવી મને કહેવા લાગેલ કે બેસી જાવ તમારે ક્યાં જાવુ છે તો મેં તેમને કહેલ કે મારે સોરઠીયાવાડી જવુ છે જેથી મારે બસમાં જવુ છે તો આ રીક્ષાવાળા ભાઈ મને કહેવા લાગેલ કંઇ વાંધો નહીં ભલે બેસી જાવ અમારે તે બાજુ જ જવુ છે તેમ કહી મને બેસવાનું કહેતા હું તેની રીક્ષામાં પાછળની સીટમાં બેસી ગયેલ અને આ રીક્ષામાં પહેલેથી એક પુરુષ તથા એક સ્ત્રી બેઠેલ હતા અને એક નાનુ બાળક પણ સાથે હતુ. આ રીક્ષા ચાલકે રીક્ષા થોડી દૂર જવા દીધેલ અને ત્યાં એફ.એસ.એલ.કચેરી નજીક પહોંચતા મારી બાજુમાં બેઠેલ અજાણ્યો વ્યક્તિ મને કહેવા લાગેલ કે મારે થૂંકવુ છે અને મને ઊલ્ટી થાય છે તેમ કહી બે ત્રણ વાર મને કહેલ અને આઘા ખસો આઘા ખસો તેમ કહી મને દૂર કરવા લાગેલ અને ત્યારબાદ મને કહેવા લાગેલ કે તમે રીક્ષામાંથી ઉતરી જાવ તેમ કહી રીક્ષા ડ્રાઇવરને પણ રીક્ષા ઉભી રખાવી ત્યારબાદ રીક્ષા ડ્રાઇવર અને પાછળ બેસેલ પેસેન્જર એમ બંને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા.

તમે સ્પેશ્યલ રીક્ષા કરો તો કેમ તમે બીજા બધા ને બેસાડો છો તેમ કહી મને ઉતારી ત્યાંથી જતાં રહેલ અને ત્યારબાદ મને શંકા લાગતા મેં મારા પાછળ ના ખિસ્સામાં રોકડા રૂૂપિયા 14,000/- હજાર રાખેલ હતા તે મારા ખિસ્સામાં હાથ નાખતા જોવામાં આવેલ નહીં તો આ અજાણ્યા રીક્ષામાં બેસેલ અજાણ્યા પેસેન્જરે રોકડ કાઢી લેતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *