ગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યા

ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને…

ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને પાલીતાણા રૂૂરલ પોલીસે રૂૂ. 6,35,000/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 26 જેટલા મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહીર બારિયાની સખ્ત સૂચના અનુસંધાને પાલીતાણા રૂૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એમ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન પાલીતાણા રૂૂરલ પોલીસ સ્ટેશનના અના. એએસઆઈ આર.બી. કોતર, હેડ કોન્સ. વિજયભાઈ મેહુરભાઈ તથા પો.કોન્સ. ધ્રુવરાજસિંહ ગોહિલને સંયુક્ત રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કુંભણ ગામની ઘોડીઢાળ ચોકડી પાસે ચાર શંકાસ્પદ ઇસમો બે મોટરસાઇકલ સાથે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ કરતા સ્થળ પરથી ચાર ઇસમો શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસે રહેલા મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ કે બિલ-આધાર રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે તમામ સામાન શકપડતી મિલકત ગણી કબ્જે કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓ ગામડાંના છેવાડે કે અવાવરૂૂ જગ્યાએ આવેલા મંદિરો, માતાજીના મઢ, દેરી કે ઓટાને ગૂગલ મેપ (Google Maps) માં શોધીને રેકી કરતા હતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ ભાવનગરના તળાજા, સિહોર, ઘોઘા, ગારીયાધાર, મહુવા, દાઠા, બગદાણા તેમજ અમરેલી જિલ્લાના રાજુલા અને મોટા લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં આવેલી દેરીઓ અને મંદિરોમાંથી ચાંદીના છત્તર, મુંગટ, ગદા, સોનાના પેંડલ તથા દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે ગિરફ્તાર કરેલા આરોપીઓમાં મેહુલભાઇ ગણેશભાઇ મકવાણા (ઉ.વ.25, રહે. ભાંખલ, તા.સિહોર), અશ્વીનભાઇ અશોકભાઇ મકવાણા (ઉ.વ.25, રહે. ભાંખલ, તા.સિહોર), ભરતભાઇ વજેરામભાઇ જાની (ઉ.વ.40, રહે. ભાંખલ, તા.સિહોર) અને ચોરીનો માલ રાખનાર સોની પ્રત્યક્ષભાઇ હસમુખભાઇ પાટડીયા/સોની (ઉ.વ.22, રહે. હાલ મણિનગર, અમદાવાદ, મૂળ અંજાર, ગીર સોમનાથ/કચ્છ) નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *