સુરત સાયબર ક્રાઈમ સેલે સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના નામ, ફોટોગ્રાફ અને ઓળખનો દુરૂૂપયોગ કરી સોશિયલ મીડિયા મારફતે સાયબર છેતરપિંડી આચરતી મેવાતી ગેંગના બે આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ગોવિંદભાઈ ધોળકિયાના નામે બનાવટી Facebook અને Instagram પ્રોફાઇલ તેમજ Govind Bhai નામે WhatsApp એકાઉન્ટ બનાવ્યું હતું.
પોલીસ તપાસમાં બંને આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના કુલ 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ પૈકી ચાર બેંક એકાઉન્ટ સામે અલગ-અલગ રાજ્યોમાં કુલ 9 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં કુલ રૂૂ.9.64 કરોડથી વધુની છેતરપિંડી થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓ સોશિયલ મીડિયા પર જૂના ચલણી સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂૂપિયા મળશે તેવી લાલચ આપતી પોસ્ટ અને વીડિયો વાયરલ કરતા હતા. લોકોનો વિશ્વાસ જીતવા માટે સાંસદના નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરીને બનાવટી આધારકાર્ડ અને ઙઅગ કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયાના નામે ડીપફેક/ફેરફાર કરેલો વીડિયો તૈયાર કરી સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવતો હતો. કોઈ વ્યક્તિ આ પોસ્ટ જોઈને સંપર્ક કરે ત્યારે આરોપીઓ WhatsApp મારફતે પોતે ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું જણાવી જૂના સિક્કા-નોટોની ખૂબ મોટી કિંમત હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હતા.
ત્યારબાદ સિક્કા-નોટની મોટી રકમ મેળવવાની પ્રક્રિયાના નામે Registration Fee, Verification Fee, RBI Charge અને Delivery Charge જેવા અલગ-અલગ બહાના કાઢી બેંક એકાઉન્ટ, UPI ID અને QR કોડ મારફતે નાણાં પડાવવામાં આવતા હતા. સુરત સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરતા છેતરપિંડીનું નેટવર્ક હરિયાણા સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમ હરિયાણા પહોંચી સ્થાનિક વિસ્તારમાં ગુપ્ત રીતે વોચ રાખી પરવેજ S/O આરીફ કુમેદાન અને ઈરસાદ S/O કુમેદાન સમ્મુને ઝડપી પાડ્યા હતા.તપાસમાં પરવેજના SBI ખાતામાં મે 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન આશરે રૂૂ.4.37 લાખના વ્યવહારો અને ઈરસાદના SBI ખાતામાં ઓગસ્ટ 2025થી એપ્રિલ 2026 દરમિયાન આશરે રૂૂ.3.49 લાખના વ્યવહારો મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં બંને આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના કુલ 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ પૈકી ચાર બેંક એકાઉન્ટ સામે અલગ-અલગ રાજ્યોમાં કુલ 9 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં કુલ રૂૂ.9.64 કરોડથી વધુની છેતરપિંડી થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ દ્વારા હવે આરોપીઓના અન્ય સાગરીતો, ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને દેશના અન્ય રાજ્યોમાં આચરવામાં આવેલી છેતરપિંડી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
