ભીચરી નજીક મામા-ફઇના કૌટુંબિક ભાઇ પાસેથી મોબાઇલ-દાગીના પડાવનાર ટોળકી ઝડપાઇ

રાજકોટ શહેરમા મામા – ફઇના 3 કૌટુબીક ભાઇઓને રીક્ષા ગેંગે આજી ડેમ ચોકડી તરફ લઇ જઇ ભીચરી તરફ અવાવરુ સ્થળ પર લઇ જઇ 3 મોબાઇલ…

રાજકોટ શહેરમા મામા – ફઇના 3 કૌટુબીક ભાઇઓને રીક્ષા ગેંગે આજી ડેમ ચોકડી તરફ લઇ જઇ ભીચરી તરફ અવાવરુ સ્થળ પર લઇ જઇ 3 મોબાઇલ અને દાગીનાં સહીત અડધા લાખની લુંટ ચલાવી હતી . આ ઘટનામા આજી ડેમ પોલીસ મથકનાં સ્ટાફે ભાવનગર રોડ પર આવેલી આર. કે. યુનીવર્સીટીનાં ગેઇટ પાસેથી આ ટોળકીને ઝડપી લીધી હતી અને તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.

વધુ વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો અને હાલ પેડક રોડ બાલક હનુમાન પાસે સીતારામ સોસાયટીમાં રહેતા જશારામ ચીમારામ બેનિવાલ(ઉ.20)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તારીખ.19/11/2025 ના રોજ બપોરના આશરે બે વાગ્યા આસપાસ હુ તથા મારા મોટાબાપુના દીકરો ભાઇ ડાલુરામ તથા મારા ફઇના દીકરા વિશનારામ એમ અમે ત્રણેય જણા ફર્નિચરના કામ માટે નો સામાન ખરીદવા માટે ગોંડલ ચોકડીથી નજીક આવેલ રોનીતભાઇની સહજાનંદ નામની દુકાને જવાનુ હોવાથી ત્યાં જવા માટે નિકળેલ હતા અને બાલક હનુમાનજી મંદિર પેડક રોડ પરથી ચાલી ને ભાવનગર રોડ બાજુ જઇ રહેલ હોય તેવામાં એક રિક્ષા પાછળ થી આવેલ અને તેના ચાલકે પુછેલ કે તમારે કયાં જવાનુ છે તો અમે જણાવેલ કે આજીડેમ ચોકડી બાજુ જવાનું છે તેમ કહેતા રીક્ષામાં બેઠા હતા.

આમ આ રીક્ષામાં ચાલક સહિત બે શખ્સો બેઠા હોય આરોપીઓ ભીચરી તરફ રીક્ષા હંકારી લઇ જઇ ચાલક સાથેના શખ્સે ધમકી આપી કે તમારી પાસે જે કાંઈ હોય તે આપી દો તેમ ધમકી આપી સોનાનું પેડન્ટ અને ત્રણ મોબાઈલ સહિત 55 હજારનો મુદ્દામાલ લુંટી લીધો હતો. આ ઘટનામા કુવાડવા પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ હતી. ત્યારે આજી ડેમ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે ભાવનગર રોડ પર આર. કે. યુનીવર્સીટીનાં ગેઇટ પાસેથી આરોપમા સામેલ ગોંડલનાં મેગી ઉર્ફે દિવ્યેશ સવજીભાઇ મકવાણા અને કુબલીયા પરામા રહેતા વિશાલ ઉર્ફે વીકી ચમનભાઇ પરમારને ઝડપી લઇ તેમની પાસેથી 3 મોબાઇલ, એક છરી અને રોકડ સહીત 1 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો . આ કામગીરી આજી ડેમ પોલીસ મથકનાં પીએસઆઇ એસ વી. ગોહીલ, એએસઆઇ હારુનભાઇ ચાનીયા, એએસઆઇ રવીભાઇ વાંક , હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *