ફેબ્રુઆરીમાં ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને પાંચ લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ

હાલનાં સમયમા લોકો લોભ, લાલચ કે ડરનાં કારણે અથવા ટેકનોલોજીની જાણકારીનાં અભાવે સાયબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનાં…

હાલનાં સમયમા લોકો લોભ, લાલચ કે ડરનાં કારણે અથવા ટેકનોલોજીની જાણકારીનાં અભાવે સાયબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનાં લોકોને સાયબર ફ્રોડનાં બનાવ વિશે મદદ જોઇતી હોય અથવા તો સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તેઓને અરજીની ફરીયાદમા તવરીત કાર્યવાહી કરી તેઓનાં સાયબર ફ્રોડમા ગયેલા પૈસા પરત અપવવા મદદનીશ પોલીસ કમિશનર રાધીકા ભારાઇને સુચના આપી હોય જે અનુસંધાને ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનાં સાયબર સ્કવોડ ટીમનાં પીએસઆઇ એસ. બી. જાડેજા, હરેશભાઇ ગોહીલ, અને રાવતભાઇ મકવાણા સહીતનાં સ્ટાફે હેલ્પલાઇન નં 1930 પરથી આવતી અરજી તપાસનાં કારણે સાયબર ફ્રોડનાં ભોગ બનેલા લોકોનાં નાણા કોર્ટ કાર્યવાહી અથવા બેંક ગેટવે દ્વારા પરત અપાવવાની કામગીરી કરે છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના અરજદારો સાથે થયેલા સાયબર ફ્રોડનાં બનાવમા સાયબર સ્કવોડની ટીમે રૂ. પ લાખની રકમ અરજદારોને પરત અપાવી હતી.

આ સાયબર ફ્રોડમા અરજદારો સાથે ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશનનાં મેસેજ મોકલી અને ભુલથી પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તેવુ કહી વિશ્ર્વાસ કેળવી , ટેલીગ્રામ મારફતે ટાસ્ક આપી વિશ્ર્વાસ કેળવી તેમજ ફેસબુક મારફતે લોનની જાહેરાત કરાવી આમ અલગ અલગ સ્કીમો અને લોભ લાલચ બતાવી અરજદારો પાસેથી નાણા પડાવી ફ્રોડ કરવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *