પત્ની, સાસુ-સસરા અને સાળો સાત વર્ષથી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
રાજકોટ શહેરમાં ઘંટેશ્વર પાસે રહેતા અને ગાંધીગ્રામ પોલીસમાં હોમગાર્ડની ફરજ બજાવતા યુવાને તેમના પત્ની,સાસુ-સસરા અને સાળાના ત્રાસથી ફીનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
વધુ વિગતો મુજબ, ઘંટેશ્વર પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા બંસીભાઇ રાજેશભાઈ રાજ્યગુરુ નામના યુવાને નવી કોર્ટ પાસે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તેઓ ગાંધીગ્રામ પોલીસ મથકમાં હોમગાર્ડ ની નોકરી કરે છે. બંસી ભાઈ આપ આક્ષેપ કર્યો હતો કે,તેમના લગ્ન આઠ વર્ષ પહેલા પૂજા નામની યુવતી સાથે થયા હતા આ પૂજા લગ્ન કર્યા બાદ એક વર્ષ સારી રીતે રહ્યા બાદ અવાર નવાર નવા માનસિક ત્રાસ આપતી હોય અને ઝઘડો કરી અવારનવાર રીસામણે જતી રહેતી હતી.
તેમજ સાત વર્ષથી પત્ની અને સાસરિયાંઓ ત્રાસ આપે છે અને છૂટાછેડા લેવા માટે દસ લાખની માંગણી કરતા હોય જેથી કંટાળી જઈ પગલું ભરી લીધુ હતું.તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.
આ ઘટનામાં પોલીસે બંસીભાઈના પત્ની પુજાબેન, સાળા વાસુભાઈ સંજયભાઈ ત્રિવેદી, સસરા સંજયભાઈ પી. ત્રિવેદી અને સાસુ જયશ્રીબેન ત્રિવેદી સામે કાર્યવાહી શરૂ કરી છે તેમજ ફરિયાદી બંસીભાઈનું નિવેદલ લેવાની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.
