હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુગારનો દરોડો, આઠ શખ્સો ઝડપાયા

શહેરના હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી 7 શખ્સોને 33 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વધુ…

શહેરના હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી 7 શખ્સોને 33 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.


વધુ વિગતો મુજબ કોઠારીયા રોડ પર આવેલી હંસરાજનગર બંધ શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. એન. સાખરા અને રામજીભાઇ ટાઢાણી અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ભુપત દેવાયત ગોગરા, જીતેન્દ્ર સોમા મોરી, રહિમ અલી અલુવસીયા અને રાજુ લીલા પરમારને પકડી લઇ તેમની પાસેથી 23 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે બીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચામુંડા હોટલની સામે સેવન સ્કવેર નામની બનતી બિલ્ડીંગની બાજુમાં જુગાર રમતા રવજી ગીગા શિયાળ, શૈલેષ ઉર્ફે ગાંડો ઉર્ફે માસ અવચર ડાભી, જયેશ સાંગા બતાડા અને રેવા ખેંગાર ટોયટાને બી ડિવીઝનના કુલદિપસિંહ જાડેજા અને વિશ્ર્વજીતસિંહ ઝાલાએ પકડી 10 હજારનો મુદામાલ કબજે કર્યો હતોે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *