ગઢકા ગામે ‘તે મને પૂછયા વગર કેમ રેતી ભરી પાછી નાખી દે,’ કહી ખેડૂતને ધમકી

શહેરના ભાગોળે આવેલા ગઢકા ગામે વોકળામાંથી રેતી ભરવા મામલે પાડોશી બંધુએ ખેડુતને ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો…


શહેરના ભાગોળે આવેલા ગઢકા ગામે વોકળામાંથી રેતી ભરવા મામલે પાડોશી બંધુએ ખેડુતને ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો મુજબ, ગઢકા ગામે વાડી ધરાવતા અને સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા દિનેશભાઇ ઘુસાભાઇ ઠોલરીયાએ પોતાની ફરિયાદમાં વાડીની બાજુમાં વાડી ધરાવતા આરીફ ઉર્ફે વલી અને રજાકનું નામ આપતા તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગઇ તા.23ના રોજ ગઢકા ગામે આવેલી પોતાની વાડીએ હતા ત્યારે વાડીમાં મકાન બનાવવાનું કામ ચાલુ હોય ત્યાં વોકળામાંથી રેતી ભરી વાડીમાં નાખી હતી. બાદ તા.25ના રોજ બાજુની વાડી ધરાવતા આરીફએ ફોન કરી ધમકી આપી હતી કે, મને પૂછયા વગર તમે રેતી કેમ ભરી હવે આ બધી રેતી પાછી નાખી જાઓ તેમ કહીં ગાળો બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ નવેક વાગે આરીફભાઇ વાડીએ આવી અને ફરિ ઝઘડો કરવા લાગ્યા હતા. અને વાડીની બહાર નીકળ તારા ટાટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ અરીફના ભાઇ રજાકનો ફોન આવ્યો અને તે ગાળો બોલવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામવે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એ.એસ.આઇ. એસ.આર.ચુડાસમા સહિત સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *