ઓખામાં બોગસ બિલના આધારે લાઈસન્સ કૌભાંડનો ફરારી આરોપી ઝડપાયો

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અલાના ઉર્ફે ફકીરો હસન અબ્દુલ્લા થૈયમ નામના 66 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધ સામે થોડા સમય પૂર્વે ઓખા મરીન પોલીસ…

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અલાના ઉર્ફે ફકીરો હસન અબ્દુલ્લા થૈયમ નામના 66 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધ સામે થોડા સમય પૂર્વે ઓખા મરીન પોલીસ મથકમાં ફિશિંગ બોટના બનાવટી બિલો રજૂ કરી અને જૂની માછીમારી બોટનું નવું રજીસ્ટ્રેશન કોલ લાઇસન્સ મેળવવાના કૌભાંડ સંદર્ભેનો કેસ નોંધાયો હતો. નાસતા ફરતા આ આરોપીને એસ.ઓ.જી. પોલીસે સુદર્શન સેતુ બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો.

આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈયમની પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ પોતે પોતાની જૂની બોટમાં પ્રાઇવેટ ફિશરીઝ એજન્ટ મારફતે નવી વોટ ખરીદીના ખોટા બીલો મેળવી અને આ બિલોના આધારે જૂની માછીમારી બોટમાં નવી માછીમારી બોટનું “અલ અરફાત” નામનું ચોક્કસ રજીસ્ટ્રેશન કરાવી લીધું હોવાનું ખુલવા પામ્યું હતું.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ રાણાના વડપણ હેઠળ એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા અને કિશોરસિંહ જાડેજાની બાતમીના આધારે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *