ટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા…

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક આરોપીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો નાસતો-ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી ઉંમર વર્ષ 29, જે મૂળ ટંકારાના જીવાપર શેરીનો વતની છે અને હાલ રાજકોટના ભવાની ચોક, દેવપરા શેરી નં-3 માં રહે છે, તે વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં આવેલ એક મકાને આવ્યો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર ખાનગી માહિતી પોલીસ ટીમને મળી હતી. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે જઈને તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી પાડી, કસ્ટડીમાં લઈને આગળની ઘટિત કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

બાળક ગુમ
મોરબીના માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાંથી એક 8 વર્ષનો માસૂમ બાળક ગુમ થઇ ગયો છે. શાકભાજી લેવા ગયેલો બાળક મોડી સાંજ સુધી પરત ન ફરતાં આખરે પરિવાર દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે સગીરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *