જસદણના પોલાર પર રોડ પર હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તનને લઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં વીડિયોમાં આરોપીઓ ધોકા અને પાઇપ વડે મહિલાના ઘરે મારા મારી કરતા દેખાયા હતા અને મહિલા સાથે અશોભીનય વર્તન કરી આરોપીએ મહિલાને બાઈક પર બેસવા માટે કહ્યું હતુ મહિલાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જસદણ પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં ચાર લુખ્ખાની ધરપકડ કરી તેમની સરભરા કરી કાયદાનો પાઠ સમજાવ્યો હતો.
મળતી વિગતો મુજબ જસદણના પોલારપર રોડ પર ગત રાત્રિના એક મહિલા સાથે અસામાજિક તત્વો દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતુ, મહિલા એકલી જઈ રહી હતી ત્યારે પોલાર પર રોડથી તેમના ઘર તરફ જતી ત્યારે એકલતાનો લાભ લઇ અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતુ, અને તેમને આરોપીએ મહિલાને બાઈક પર બેસવા માટે કહ્યું હતુ. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહિલાની ફરિયાદ પરથી મહેશ રોજાસરાની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવાને લઈ મામલો બીચક્યો બાદ લુખ્ખાઓએ મહિલાના ઘરે જઈ આંતક મચાવ્યો હતો. મહિલાના ઘર પાસે લાકડીઓ લઈ જઈ અને જાહેરમા રોડ ઉપર અશ્ર્લીલ શબ્દો બોલી ભયનું વાતાવરણ ઉભુ કરેલ હતુ ત્યારબાદ પોલીસમા જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલીક સ્થળ ઉપર ગયેલ પરંતુ ત્યા અસામાજિક તત્વો હાજર મળી આવેલ ન હતા.
આ બનાવનો સોશ્યલ મીડિયામા વિડીયો વાયરલ થયેલ હોય હતો જે મામલે પોલીસે મહેશ રોજાસરાના અને તેના બંન્ને ભાઈ સાગર અને જયસુખ અને તેના પિતા ધૂધાભાઈ રોજાસરાની ધરપકડ કરી ચારેયનું સરઘસ કાઢયું હતુ અને ચારેય લુખ્ખાનું સરઘસ કાઢી જાહેરમાં તેમને માફી માગી હતી, જે જગ્યાએ મહિલા સાથે અશોભનીય વર્તન કર્યુ હતુ તે જ જગ્યા પર આરોપીઓને લઇ અને ત્યાં ચારેય શખ્સોએ મહિલાની જાહેરમાં માફી માંગી હતી, પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું તેમ જ ઉઠક- બેઠક કરાવવામાં આવી હતી.
રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ,જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાથી જસદણ પોલીસ મથકના પી.આઈ એસ.આર.ગોહિલ તથા પીએસઆઈ એન.પી.ગોહિલ સહિતના પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.
