રાજકોટ શહેરમા એક નવતર લુંટ થયાની ઘટના સામે આવી છે જેમા લુંટારુઓ દ્વારા દંપતી સહીત 4 વ્યકિત પર હુમલો કરી રૂ. 1ર હજારનાં 3 કિલો વાળની લુંટ કરી ફરાર થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે તેમજ ઘવાયેલા ચારેય વ્યકિતને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા .વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં માધાપર ચોકડી બ્રીજ નીચે રહેતા અને અલગ અલગ વિસ્તારોમાથી વાળની ગુંચ વીણી વેપારીને આપતા સાજન બાબુભાઇ પરમાર (ઉ. વ. રપ) તેમજ તેમના પત્ની શારદાબેન સાજનભાઇ (ઉ.વ. રપ), વિજયભાઇ બાબુભાઇ (ઉ.વ. રપ) અને સુરજ બાબુભાઇ (ઉ.વ. રપ) રાત્રીનાં 11 વાગ્યે માધાપર ચોકડીનાં બ્રીજ નીચે સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ પથ્થર વડે હુમલો કરી તેણી પાસે રહેલા 3 કિલો વાળ લુંટી લીધા હતા જેની કિંમત અંદાજીત 1ર000 હજાર આંકી શકાય. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા અને ઘવાયેલા ચારેયને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા.
ઘવાયેલા સાજને જણાવ્યુ હતુ કે તેઓ અલગ અલગ વિસ્તારોમા જઇ વાળની ગુંચ અને વાળ ભેગા કરી વાળનાં વેપારીને વેચી અને પરીવારનુ ગુજરાન ચલાવે છે. વાળની લુંટ થયાની ઘટના સામે આવતા પોલીસ પણ ચોકી ગઇ હતી અને ઘટના અંગે ગુનો નોંધવા તજવીજ શરૂ કરવામા આવી છે . અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમા અને વિદેશમા વાળનો કરોડો રૂપીયાનો વેપાર થાય છે. તેમજ સૌરાષ્ટ્રમા વાળના વેપારમા રાજકોટ અગ્રસર છે અને મોટાભાગે કોલકતનાનાં વેપારીઓ દર મહીને રાજકોટમા ક્ષોર કર્મની દુકાનેથી લાખો રૂપીયાનાં વાળની ખરીદી કરે છે. ત્યારબાદ વેપારીઓ વાળનુ ફિનીશીંગ કરી અને તેને મુખ્યત્વે બાંગ્લાદેશ અને ચાઇનાં જવા દેશોમા વીગ બનાવી હજારો રૂપીયાનાં ભાવે વેચતા હોવાનુ જાણવા મળ્યુ છે કોલકતાનાં વેપારીઓ રાજકોટમાથી મુખ્યત્વે રૂ. 4 થી પ હજારની આસપાસ કિલોમા વાળની ખરીદી કરે છે.