જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ચાર શખ્સોને…

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસે રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબ્જે કરી સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેડ ગામ બસ સ્ટેન્ડ પાસે બાલવી ડેરી નજીક જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ખોડાભાઈ જેસાભાઈ પાંડાવદરા (ઉ.વ.34), રહે. દરેડ ગામને વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જુગારનું સાહિત્ય તથા રૂ.500 રોકડા કબ્જે કર્યા હતા.

બીજા બનાવમાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે પટણીવાડ વિસ્તારમાં શાહબાપુની દરગાહ પાસે જાહેરમાં દરોડો પાડી ઇબ્રાહીમભાઈ બોદુભાઈ અગવાન (ઉ.વ.45), રહે. પટણીવાડ, જામનગરને વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસે ચિઠ્ઠી, બોલપેન તથા રૂ.210 રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રીજા બનાવમાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડી.પ્લોટ-49 ખાતે આશાપુરા માતાજી મંદિર પાછળ જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી રાજેશભાઈ જાદવજીભાઈ માવ (ઉ.વ.29) અને મહેન્દ્રભાઈ દામજીભાઈ મંગે (ઉ.વ.35), બંને રહે. ડી.પ્લોટ-49, જામનગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે વર્લી મટકાના આંકડા લખેલી સ્લીપ, બોલપેન તથા રૂ.360 રોકડા કબ્જે કર્યા હતા. બંને આરોપીઓને નોટીસ આપી જામીનમુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *