જામનગરની હોસ્પિટલ સામે થયેલ હુમલાના બનાવમાં ચાર શખ્સો ઝડપાયા

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમોમાં વાયરલ થતાં…

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમોમાં વાયરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની ગંભીરતાથી લઈ સીટી-બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
પોલીસે વાયરલ વીડિયો, સ્થાનિક લોકોના નિવેદનો તેમજ અન્ય ટેકનિકલ આધારોના આધારે હુમલામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને શોધી કાઢી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સહિતની સામગ્રી પણ કબજે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સિટી બી. ડિવિઝન પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધ્યા બાદ (1) જયદીપસિંહ ઉર્ફે બંદુક મહીપતસિંહ જાડેજા, રહે. રામેશ્વરનગર રાંદલનગર, જામનગર., (2) હાર્દીપસિંહ ઉર્ફે હદુભા ઉર્ફે હાર્દીક હરદેવસિંહ ઝાલા, રહે. ખોડીયાર કોલોની, જામનગર., (3) વિવેક ઉર્ફે વીકી ગોપાલભાઈ કાપડી, રહે. તિરુપતી સ્વામીનારાયણ વિસ્તાર, જામનગર. અને (4) પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા, રહે. નવાગામ ઘેડ વિસ્તાર, જામનગર. ની ધરપકડ કરી લીધી છે.

પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચારેય આરોપીઓ સામે જીવલેણ હુમલો, મારામારી અને જાહેર શાંતિ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેરમાં દાદાગીરી અને ગેરકાયદેસર હરકતો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *