આસ્થા સર્કલ પાસે રિક્ષાચાલકનો મોબાઇલ અને દોઢ લાખનો ચેઇન ઝુંટવી ચારનો હુમલો

શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્થા સર્કલ પાસે પાનની દુકાને ફાકી ખાવા ઉભા રહેલા રીક્ષા ચાલક ગેલા સાધા ઘોઘરા (ઉ.વ. 4પ) એ હિરેન પરમાર…

શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્થા સર્કલ પાસે પાનની દુકાને ફાકી ખાવા ઉભા રહેલા રીક્ષા ચાલક ગેલા સાધા ઘોઘરા (ઉ.વ. 4પ) એ હિરેન પરમાર અને તેની સાથે આવેલા 3 શખ્સો સામે પોલીસમા ફરીયાદ નોંધાવતા પીએસઆઇ સીંધી સહીતના સ્ટાફે આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ મવડીમા આવેલા વિનાયકનગરમા રહેતા ગેલાભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇકાલે બપોરના સમયે મિત્ર સાગર મકવાણા તેમની ઓટો રીક્ષા લઇને ગેલાભાઇના ઘરે પહોંચ્યો હતો ત્યારબાદ બંને રીક્ષામા બેસી ગોંડલ ચોકડી તરફ ચકકર મારવા નિકળ્યા હતા અને આસ્થા ચોકડી પાસે પહોંચતા તેઓને ફાકી ખાવી હોય જેથી આંબેડકરનગર જવાના રસ્તે પાન – ફાકીની દુકાન સામે રીક્ષા ઉભી રાખી હતી અને મીત્ર સાગર દુકાન પર ફાકી લેવા ગયો અને ગેલાભાઇ રીક્ષામા બેઠા બેઠા મોબાઇલ જોતા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ત્યા આવી પહોંચ્યો હતો અને તેમણે ગેલાભાઇના હાથમા મોબાઇલ ફોન ઝુટવી લીધો હતો તેમજ તેમણે કહયુ કે તુ કેમ અમારો વીડીયો ઉતારે છે અને બાદમા ગાળો બોલવા લાગ્યો હતો ત્યારે ગેલા રીક્ષામાથી ઉતરી જઇ અને શાંતીથી વાત કરવાનુ કહેતા નાસ્તો કરી રહેલા મિત્રને હિરેન પરમાર અહી આવ. આ વ્યકિત આપણા વીડીયો ઉતારી રહયો છે તેમ કહેતા હિરેન પરમાર ત્યા પહોેંચ્યો હતો.

અને તેમણે ગાળો આપી હતી. તેમજ કમરેથી પટ્ટો કાઢી અને ગળામા પહેરેલો સોનાનો ચેન રૂપીયા 1.પ0 લાખનો ઝુટવી લીધો હતો ત્યારબાદ તેના વધુ બે મિત્રો ત્યા પહોંચી પાઇપ વડે માર માર્યો હતો. જેથી ગેલાભાઇ ગભરાઇ જતા ત્યાથી ભાગવા લાગ્યા હતા અને તેની પાછળ હિરેન પરમાર અને તેના 3 મીત્રો પણ પાછળ દોડયા હતા. ત્યારબાદ આરોપીઓ ફરાર થઇ જતા ગેલાભાઇ અને તેમના મિત્ર સંજયભાઇએ સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો. આ મામલે માલવીયા નગર પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *