ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલો

શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને સેન્ટીંગ કામની ભાગીદારી છૂટી થયા બાદ ભાગીદારને રૂૂ.40,000 ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારે રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી સગા બે…

શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને સેન્ટીંગ કામની ભાગીદારી છૂટી થયા બાદ ભાગીદારને રૂૂ.40,000 ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારે રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી સગા બે ભાઈઓ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લાલપરી વિસ્તારમાં રહેતા સોનુભાઈ ગણેશભાઈ યાદવ (ઉ.વ.31) અને તેનો ભાઈ ગોવિંદ ગણેશભાઈ યાદવ (ઉ.વ.24) રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે પ્રવીણ બાંભવા, લીલાબેન બાંભવા અને કરણ કોળીએ ઝઘડો કરી ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત સોનુ યાદવ અને હુમલાખોર પ્રવીણ બાંભવા બંને પાર્ટનરમાં સેન્ટીંગ કામ કરતા હતા બાદમાં બંને વચ્ચે ઝઘડો થતા ભાગીદારી છૂટી કરી હતી જે પેટે સોનુ યાદવે પ્રવીણભાઈને રૂૂ.40 હજાર આપવાના હતા જે રૂૂપિયા બે દિવસ બાદ આપવાનું કહેતા પ્રવીણ બાંભવાએ રોજનું 4000 વ્યાજ થાય તેમ કહ્યું હતું. સોનું યાદવે ગૂગલ પે મારફતે રૂૂ.40,000 ચૂકવી આપ્યા હોવા છતાં પ્રવીણ બાંભવાએ રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *