ચેક રિટર્નના કેસનો ખાર રાખી ફેદરાના યુવક ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

વિંછીયા નજીક આવેલા પ્રસિદ્ધ હિંગોળગઢ અભયારણ્ય નજીક જૂની અદાવત અને ચેક રિટર્નના કેસનો ખાર રાખી ધંધુકાના ફેદરા ગામના યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચેક…

વિંછીયા નજીક આવેલા પ્રસિદ્ધ હિંગોળગઢ અભયારણ્ય નજીક જૂની અદાવત અને ચેક રિટર્નના કેસનો ખાર રાખી ધંધુકાના ફેદરા ગામના યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચેક રિટર્નના કેસની મહિલા આરોપીના બે ભાઈ સહીત છ શખ્સો સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેદરા ગામના ડેલા ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા સંજયકુમાર પ્રભાતભાઇ પટેલ (ઉં.વ.38)એ નોંધાવેલી ફરિયાદમાં વલ્લભભાઇ ઓધવજીભાઇ બારૈયા, બળવંતભાઇ ઓધવજીભાઇ બારૈયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સંજય પોતાનું મોટરસાયકલ લઇને હિંગોળગઢ અભયારણ્ય નજીક પસાર થઇ રહ્યા હતા દરમિયાન ત્યારે હિંગોળગઢ અભયારણ્યના ગેઇટથી થોડે આગળ પહોંચ્યા ત્યારે અગાઉથી ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેમને આંતર્યા હતા.

સંજયકુમાર પોતાનું મોટરસાયકલ ચલાવી રહ્યા હતા તે દરમિયાન વલ્લભભાઇ ઓધવજીભાઇ બારૈયાએ ચાલુ બાઇક પર ફરિયાદીને લોખંડનો પાઇપ ફટકાર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે સંજયભાઇ સંતુલન ગુમાવી બેઠા હતા અને મોટરસાયકલ પરથી રોડ પર પટકાયા હતા. સંજયભાઇ બાઇક પરથી નીચે પટકાતાની સાથે જ વલ્લભભાઇ ઓધવજીભાઇ બારૈયા, બળવંતભાઇ ઓધવજીભાઇ બારૈયા તેમજ તેમની સાથે મોટરસાયકલ પર આવેલા અન્ય ચાર અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો.

સંજયકુમારને બંને હાથમાં તથા બંને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર હુમલા પાછળનું મુખ્ય કારણ જૂનો ચેક રિટર્નનો કેસ હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. સંજયભાઇએ આજથી આશરે નવેક મહિના પહેલા આરોપી વલ્લભભાઇ અને બળવંતભાઇની બહેન મનીષાબેન ઓધવજીભાઇ બારૈયા વિરુદ્ધ ચેક રિટર્ન થવા અંગે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ બાબતનો ખાર રાખીને આરોપીઓએ બદલો લેવાના ઇરાદે આ હિચકારો હુમલો કર્યો હોવાનું જણાવાયું છે. ઘટના અંગે ફરિયાદી સંજયકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વલ્લભભાઇ બારૈયા, બળવંતભાઇ બારૈયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *