ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો

ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર…

ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા ખોડિયાર નગરમાં રહેતા દિલીપભાઇ ચનાભાઇ ડાભી રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે ભરત સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત યુવકની પુત્રીની હુમલાખોર શખ્સના પુત્રએ છેડતી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદનો ખાર રાખી ગઇકાલે બે બાઇક લઇ જમવા નિકળેલા દિલીપભાઇ ડાભી તેના પુત્ર જતીન ડાભી (ઉ.વ.22) અને ભત્રીજા અનીલ રમેશભાઇ ડાભી (ઉ.વ.25)ને માર માર્યો હતો. બંને પિતરાઇને સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં જ્યારે દિલીપભાઇ ડાભીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *