ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અપાયેલા વિકાસના કામોના વચન પ્રમાણે નગરપાલિકા દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત ચાર આઈકોનીક રોડનું ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત…

ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અપાયેલા વિકાસના કામોના વચન પ્રમાણે નગરપાલિકા દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત ચાર આઈકોનીક રોડનું ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય ચાર રોડને સૌ પ્રથમ વખત આઈકોનીક રોડ બનાવવાનું નક્કી કરતા જેમાં મહારાજા જ્યોતિન્દ્રસિંહજી માર્ગ (વછેરા નો વાળો) જેતપુર રોડ, આશાપુરા રોડ તેમજ દાસીજીવણ પાર્ટી પ્લોટ સામેનો રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આધુનિક અને આઈકોનીક રોડ ગોંડલના વિકાસને વેગ આપશે.

ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરમાં પાંચ કરોડના ખર્ચે અત્યંત આધુનિક તેમજ આઈકોનીક રોડ બનાવવામાં આવશે જેમાં રજવાડી લાઈટ પોલ, ડિઝાઈનિંગ કરબીન સ્ટોન, ફેબ્રિકેશન ટ્રી વિથ લાઈટ, ડેકોરેટિવ રેલિંગ સહિત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.ગોંડલ આઈકોનીક રોડનું ખાતમુહૂર્ત સમયે નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, બાંધકામ કમિટીના ચેરમેન જગદીશભાઈ રામાણી, મનીષભાઈ રૈયાણી, રફીકભાઈ કૈડા, ઈકબાલભાઈ કૈડા, પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, સંજયભાઈ ધીણોજા, રમેશભાઈ સૌંદરવા, ધીરુભાઈ સરધારા, ચિરાગભાઈ ધાનાણી, બીપીનભાઈ નિમાવત સહિત નગરપાલિકા સદસ્યો, શહેર ભાજપ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *