જસદણમાં લગ્નસરાની સિઝનમાં ગુજરાતમાં 10 અને 20ની ચલણી નોટની અછત

જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ કેન્દ્રીય નાણામંત્રીને લેખિત રજૂઆત કરી ગુજરાતમાં લગ્ન સુરાની સીઝન પૂર જોશમાં હોય આવા સમયે ₹10 અને ₹20ની ચલણી નોટોની ભારે અછત…

જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ કેન્દ્રીય નાણામંત્રીને લેખિત રજૂઆત કરી

ગુજરાતમાં લગ્ન સુરાની સીઝન પૂર જોશમાં હોય આવા સમયે ₹10 અને ₹20ની ચલણી નોટોની ભારે અછત સર્જાતા રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ નાણામંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવીછે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં નાના ચલણની અછતને કારણે જનતા પરેશાન છે વેપાર-ધંધા અને રોજિંદી ખરીદીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરીયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે કે હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી નવી નોટો ન મળતા પરિવારો મૂંઝવણમાં મુકાયા છે અને બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે કરિયાણા, શાકભાજી અને દવાની દુકાનો તેમજ રીક્ષા-બસના મુસાફરોને પણ છુટા પૈસાની સમસ્યાથી હાલાકી ભોગવવી પડે છે. ₹10 અને ₹20ની નવી નોટો તાત્કાલિક ધોરણે ફાળવવાની પત્ર દ્વારા કરવામાં આવી માંગ.કરવામા આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *