ગૌપ્રેમીઓમાં કચવાટ ફેલાયો
જામનગરના ધરાર નગર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે મોડી રાત્રે ધસમસ્તી ટ્રેનના એન્જીન હેઠળ ચાર ગૌવંશ કપાઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતા, જેને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે.
ગાંધીનગરથી ઓખા તરફ જઈ રહેલી ટ્રેન ના એન્જીન હેઠળ ગઈકાલે રાત્રિના સમયે બે ગાય અને બે ખૂંટિયા સહિતના ચાર ગૌવંશ કપાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. વહેલી સવારે કેટલાક ગૌ પ્રેમીઓ ને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને રેલવેના પાટા નજીકથી ચારેય ગૌવંશના કપાયેલા મૃતદેહોને દૂર કર્યા હતા.
