જૂનાગઢના બૂટલેગર પાસેથી મગાવેલા 29.61 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા

જૂનાગઢના બુટલેગર મારફત મંગાવેલ 29.61 લાખના દારૂૂ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીલ ખાતેથી 4 શખ્સની ધરપકડ કરી વાહનો સહિત 49.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો…

જૂનાગઢના બુટલેગર મારફત મંગાવેલ 29.61 લાખના દારૂૂ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીલ ખાતેથી 4 શખ્સની ધરપકડ કરી વાહનો સહિત 49.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 4 શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. ચોરવાડના સચિન ભીખા ચુડાસમા, હેમાંગ ભદ્રેશ પાઠક, હરેશ રામજી પંડિત તથા વિશાલ બચુ ચુડાસમાએ ભાગીદારીમાં જૂનાગઢના ગાંધીગ્રામનો રવિ હમીર ભારાઈ મારફતે વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી માંગરોળ તાલુકાના શીલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રાખેલ છે અને દારૂૂનું કટીંગ કરે છે એવી બાતમી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

જેના આધારે પીઆઈ પટેલ, પીએસઆઇ ડી. કે. સરવૈયાની ટીમે તપાસ કરતા રૂૂપિયા 29,61,840ના ઇંગ્લિશ દારૂૂની 13,800 બોટલ સાથે ચોરવાડ નો પરેશ રામજી પંડિત, અતુલ કીર્તિ ચુડાસમા, પંકજ અરજણ સેવરા અને મૂળ મક્તુપુરનો હાલ માંગરોળની ભવાની સોસાયટીમાં રહેતો જયપાલસિંહ જશુભા ચુડાસમાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારૂૂ ઉપરાંત કાર, મોપેડ, ટ્રેક્ટર, 7 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 49,41,840નો મુદામાલ કબજે લઈ જૂનાગઢનો રવિ હમીર ભારાઈ, ચોરવાડનો હેમાંગ ભદ્રેશ પાઠક, સચિન ભીખા ચુડાસમા તથા વિશાલ બચુ ચુડાસમાની સામે કાર્યવાહી કરી તેની શોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *