થાનગઢના રૂપાવટીની ગૌચર જમીનમાંથી 6.25 લાખની ગેરકાયદેસર ખનીજચોરી કરતા ચાર ઝડપાયા

170 ફૂટના કૂવામાંથી ચાર શ્રમિકોને બહાર કઢાયા : 5 સામે ગુનો :ગૌચરમાં બેફામ ખનન, તંત્રનું ભેદી મૌન સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા થાનગઢ પંથકમાં થોડા સમયનાં દેખાવ…

170 ફૂટના કૂવામાંથી ચાર શ્રમિકોને બહાર કઢાયા : 5 સામે ગુનો :ગૌચરમાં બેફામ ખનન, તંત્રનું ભેદી મૌન

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા થાનગઢ પંથકમાં થોડા સમયનાં દેખાવ રૂૂપી ખનીજ ચોરીનાં વિરામ ના દેખાવ બાદ ખનીજ માફિયાઓ ફરી બેફામ થયા હોવાનું બહાર આવેલ છે થાનગઢ તાલુકાના રૂૂપાવટીનાં સીમ વિસ્તારમાં માં ગેરકાયદેસર ખનીજચોરો ફરી સક્રિય થયાની હકિકત મળતા ખાણ ખનીજ વિભાગની ટીમેં ચાલુ ખનને દરોડો પાડતા ઉંડા કુવા સમા ખાડામાં કામ કરતા 4 મજુરો ને ચાલુ ચરખીએ પકડી પાડી રૂૂ. 6.25 લાખનો મુદામાલ જપ્ત કરી 5 શખ્સો વિરૃદ્ધ ગુનો દાખલ કરાવી સંતોષ માનેલ હતો ચોમાસાના પાણી ઉલેચાવી ખાડા સમા ઉંડા કુવાને કોરો કરી સાંજ પડતાં જ રાત્રીનાં સુકાઈ ખનિજ માફિયાઓ સક્રિય બની ગેર કાયદેસર ખનીજ ખનન કરી મોંઘાભાવે વેચતા કોલસા ની કાર્બોસેલ ની ચોરી કરી રહ્યા છે.


ચોટીલા પંથકમાં પણ અનેક સ્થળે ફોરેસ્ટ વિસ્તારની નજદીકમાં દળવાનાં અને સ્ટોકના ઓઠા હેઠળ મોટુ ખનીજ ખનન થતું હોવાની બુમરેણ ઉઠી છે. થાન ચોટીલા પંથકમાં ગે. કા ખનન અને ખનીજ ચોરી પાછળ ખાખી, ખાદી અને બાબુઓ માટે ખનીજ માફિયાઓ એ ગોઠવેલી મલાઇદાર સિસ્ટમ કાર્યરત હોવાથી એકલ દોકલ ગુનાઓ પકડાય છે અને સ્થાનિક તંત્રવાહકોનાં પણ આશિર્વાદ ને કારણે સાંજ પછી આસાની પૂર્વક ઓવરલોડીંગ સાથે પરિવહન પણ બેફામ થાય છે અનેક ડમ્પરો વગર નંબરે દોડતા હોય છે તેમ છતા સબ ખેરીયત ના દાવા ગાંધી છાપ તળે કરાતા હોવાનું કહેવાય છેકડક ખનીજ અધિકારી ની છાપ ધરાવતા નિરવ બારોટની ટીમે થાન ના રૂૂપાવટી સીમમાં છાપો મારતા ચરખી ઉપરનું ટ્રેક્ટર ભાગી ગયેલ પણ ખાડા સમા કુવામાં ચરખી નજરે ચડતા અવાજ આપતા અંદર મજુરો એ અવાજ દેતા અન્ય ટ્રેકટર વડે તુષાર વિનોદભાઈ ,સુનીલ હિરાભાઈ, કરણ કાનાભાઈ તેમજ જનક ધીરુભાઈ ને બહાર કાઢી પુછતાછ કરતા આ મજુરો પાસે થી થાનગઢના રઘુભાઈ ભરવાડ ખનીજ ચોરી કરાવતા હોવાનું કબુલાત આપેલ હતી થાન પોલીસ દ્વારા 170 ફૂટ જેટલા ઉંડા ખાડા માંથી ચરખી,મશીન,લોખંડના પાઈપ વિગેરે મુદામાલ કબજે કરી રૂૂ. 6.25 લાખ ની ખનીજચોરી અંગે પાચ વ્યક્તિ વિરૂૂધ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ હતીજે સ્થળે થી ખનીજ ખનન પકડાયુ છે તે વિસ્તાર ગૌચર છે અને મોટા પ્રમાણમાં ચોટીલા થાન પંથકમાં ગેર કાયદેસર ખનીજ ચોરી અને પરિવહન થાય છે અનેક ગામોના ગૌચર, ભોગાવા ખનીજ માફિયાઓ એ સાફ કરી નાખ્યા છે હવે પહાડો અને પથ્થરો, માટી અને કોલસા ને પણ તંત્રના અનેક વિભાગોની મિલીજુલી અને મહેરબાની હેઠળ સાફ કરી નાખશે તેવી સમગ્ર વિસ્તારમાં ચર્ચા ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *