જામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયા

રૂપિયા પાંચ લાખની રોકડ: 9 એટીએમ કાર્ડ: 4 મોબાઈલ ફોન:11 બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે જામનગર સહિત ના શહેરો માં છેલ્લા કેટલાક સમયથી સાયબર…

રૂપિયા પાંચ લાખની રોકડ: 9 એટીએમ કાર્ડ: 4 મોબાઈલ ફોન:11 બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે

જામનગર સહિત ના શહેરો માં છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ ના બનાવવા નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઉપરી અધિકારીની મળેલી સૂચના ના અનુસંધાને જામનગર ની સાયબર ક્રાઈમ ની ટીમ દ્વારા જામનગર નાજ ચાર આરોપીઓ ને આવા ગુનામાં ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે. જેઓ પાસેથી રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમ, ચાર નંગ મોબાઈલ ફોન, 9 નંગ એટીએમ કાર્ડ તથા ચેકબુક પાસબુક સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે જામનગર પંથક ના હરદેવસિંહ લખુભા કેર, જયોત પાર્કમાં રહેતા લલીત રમેશભાઈ સાંગાણી, ધરારનગર-1 પાસે સતગુરૂૂ સોસાયટીમાં રહેતા મહંમદહનીફ સુલેમાન મોડા, ખંભાળિયા નાકા બહાર ન્યૂ સ્કૂલ પાછળ ના વિસ્તાર માં રહેતા હર્ષ અનિલભાઈ જોઈસર નામના ચાર વ્યક્તિ ને ઝડપી લીધા હતા. જે તમામને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે.

ઉપરોક્ત ચારેય શખ્સો જુદા જુદા બેંક ખાતા ની કીટ કમીશન પર મેળવી સાયબર ફ્રોડ આચરતા મૂળ રાજસ્થાન ના અને હાલ માં ફિલિપાઈન્સ દેશ માં રહેતા મૂળ રાજસ્થાન ના રાજ ચંપાવત નામના શખ્સ કે જેણે કેટલાક વ્યક્તિઓ સાથે ફ્રોડ આચર્યાની વિગતો મળતાં તપાસ શરૂૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત શખ્સને આવા પ્રકારની રકમ પહોચતી કરવામાં જામનગરના ચારેય શખ્સોએ સાથ આપ્યો હતો. પોલીસ દ્વારા તમામ ને વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે. આ કામગીરી જામનગર ના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *